About Me

ACPC Admission ITI / TEB / IGTR માન્ય પ્રમાણપત્ર ધારક Working Professionals ને ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) માં ઓનલાઈન / ઓફલાઇન પ્રવેશ વર્ષ : ૨૦૨૪ -૨૫



કમિશ્નરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ટેકનિકલ) ગુજરાત

બીજો માળ, એસીપીસી બીલ્ડીંગ, એલ. ડી કોલેજ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૧૫ 


ITI / TEB / IGTR માન્ય પ્રમાણપત્ર ધારક Working Professionals ને ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર) માં ઓનલાઈન / ઓફલાઇન પ્રવેશ વર્ષ: ૨૦૨૪ -૨૫ 


ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ(ત્રીજા સેમેસ્ટર)માં સીધા પ્રવેશ માટે, Working Professionals ઉમેદવારો માટે,ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રવેશ વર્ષ: ૨૦૨૪-૨૫ માં સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર ડિપ્લોમા ઈજનેરી સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે વેબ બેઝડ ઓનલાઈન / ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવાનુ નક્કી કરેલ છે.


(૧) લાયકાત : ધો.૧૦ +NCVT અથવા GCVT અથવા TEB દ્વારા માન્ય અથવા IGTR દ્વારા આયોજિત બે વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ તેમજ માધ્યમિક શાળાંત પરીક્ષા (ધો.૧૦) ગણિત / બેઝિક ગણિત સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલ હોય તેવા પ્રવેશ ઈચ્છુક ઇન્ડસ્ટ્રીનો લઘુત્તમ એક વર્ષનો નોકરીનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો.


(૨)રજિસ્ટ્રેશન : ઉમેદવાર તેની નોકરીના સ્થળથી ૫૦ કિ.મી ની ત્રિજ્યામાં આવેલ સંસ્થામાં સમિતિની અધિકૃત વેબસાઈટ https://acpdc.gujarat.gov.in/ ઉપર મુકવામાં આવેલ એપેન્ડીક્ષ-૧(પરિશિષ્ટ-૧)માં દર્શાવેલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. ઉમેદવારોએ ઉપલબ્ધ સંસ્થાઓ (મુદ્દા ૧ મુજબ) ખાતે રૂબરૂ મુલાકાત દ્વારા તા : ૨૦/૦૪/૨૦૨૪ થી તા: ૧૫/૦૫/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ વિગત ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૨૫૦/-(Nonrefundable) ઓનલાઇન પેમેન્ટ કરવાના રહેશે.


નોંધ :

  • પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે ઉપલબ્ધ સંસ્થાઓની અને અભ્યાસક્રમોની યાદી,ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ લાયકાત, પ્રવેશના નિયમો, ટ્યૂશન ફી, વિવિધ જરૂરી દસ્તાવેજો,રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી વગેરે માહિતી સમિતીની અધિકૃત વેબસાઇટ https://acpdc.gujarat.gov.in/ પર મુકવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન કરતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો હિતાવહ રહેશે.
  • રજીસ્ટ્રેશન બાદની આગળની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી સમિતિની વેબસાઇટ તથા ઇ-બુકલેટ માં દર્શાવવામાં આવેલ KEY Dates (સમય સારણી) પ્રમાણે હાથ ધરવામાં આવશે.તમામ ઇચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે સમયાંતરે ACPDCની ઉપરોક્ત વેબસાઇટ્સ તપાસતા રહેવું હિતાવહ છે. આ અંગેની કોઇપણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૬૫૬૬૦૦૦ પર આપ સંપર્ક કરી શકો છો.


ખાસ નોંધ : ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ પ્રવેશ પ્રક્રિયાના વખતોવખતના તબક્કા અંગેની અધ્યતન માહિતી માટે સમિતિની અધિકૃત વેબસાઇટ તપાસતા રહેવું હિતાવહ છે.


Official Websites : https://acpdc.gujarat.gov.in/index.html


Help Line : 079-26566000


More Information :



 
Top