About Me

રાજય બહાર તથા વિદેશમાં કલાકૃતિઓનાં પ્રદર્શન યોજવા માટે આર્થિક સહાયની યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ | Gujarat State Lalitkala Academy | gujaratstatelalitkalaacademy.com | lalitkalaacademy.gujarat.gov.in


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિત કલા અકાદમી- અમદાવાદ દ્વારા અમલી. 


રાજય બહાર તથા વિદેશમાં કલાકૃતિઓનાં પ્રદર્શન યોજવા માટે આર્થિક સહાયની યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫

ગુજરાત રાજયના પેઈન્ટીંગ, ગ્રાફીક્સ, છબીકલા તથા શિલ્પકલાના કલાકારોને તેમની કલાકૃતિઓના વ્યક્તિગત સામુહિક કલાપ્રદર્શન ગુજરાત રાજયમાં યોજવા માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આથી પાત્ર કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કલાકારો કે જેમણે આર્ટ ટીચર્સ ડિપ્લોમા, ડિપ્લોમા ઈન ફાઈન આર્ટસની શૈક્ષણીક લાયકાત મેળવી હશે અથવા જે કલાકારે તેમની કલાકૃતિઓનું ઓછામા ઓછુ એક વ્યક્તિ | સામુહિક પ્રદર્શન યોજેલ હશે તેવા કલાકારો આ યોજના માટે પાત્રતા ધરાવશે. અરજીફોર્મ સાથે કલાકારે તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ ફરજીયાત ૨જુ ક૨વાની ૨હેશે. આ યોજના હેઠળ રાજયમા પ્રદર્શન માટે મહતમ રૂ. ૨૫૦૦૦/- નિયમાનુસાર ચુકવાશે. આ યોજનાના નિયમો તથા નિયત અરજીપત્રક સચિવશ્રી, ગુજરાત રાજય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, ભાઈકાકા ભવન સામે, લો ગાર્ડન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ સરનામેથી રૂબરૂ (રજાના દિવસો સિવાય) gujaratstatelalitkalaacademy.com અને lalitkalaacademy.gujarat.gov.in ૫૨થી મેળવી શકાશે. આ અરજીપત્રકના ફોર્મ સાથે નિયમો સામેલ છે. જેની નોંધ કલાકારોએ લેવી, અને ફાઈલ તે મુજબ તૈયાર કરવાની રહેશે. જેમાં વિગતો ભરીને તારીખ ૧૫/૦૫/૨૦૨૪ સુધીમાં ઉપર્યુક્ત સરનામે પરત મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. વધુ વિગતો માટે લલિત કલા અકાદમીનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૭૯-૨૬૪૨૫૫૬૨ ઉપર સંપર્ક સાધવા વિનંતી છે.


Official Websitehttps://gujaratstatelalitkalaacademy.com/


Application Form Downloadhttps://gujaratstatelalitkalaacademy.com/storage/files/959568483_pdf.pdf


More Information :



 
Top