About Me

Students can fill the form till 10th May | Start of Form Process for UGC NET, Examination to be held in June | વિદ્યાર્થીઓ 10મી મે સુધીમાં ફોર્મ ભરી શકશે  | યુજીસી નેટ માટે ફોર્મ પ્રક્રિયાનો પ્રારંભ, જૂનમાં પરીક્ષા યોજાશે


વિદ્યાર્થીઓ 10મી મે સુધીમાં ફોર્મ ભરી શકશે

યુજીસી નેટ માટે ફોર્મ પ્રક્રિયાનો પ્રારંભ, જૂનમાં પરીક્ષા યોજાશે


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા આયોજિત નેટ માટે ઉમેદવારોનાં ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત ઉમેદવારો 10 મે સુધીમાં નેટ માટેના ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભર્યા બાદ ફી ભરવાની અંતિમ તારીખ 12 મે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી આયોજિત આ ટેસ્ટ જુનિયર રિસર્ચ ફેલોશિપ, સહાયક પ્રોફેસર એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસ૨ની પાત્રતા માટે આયોજિત કરવામાં આવે છે. આ ઉપરાંત આ વર્ષે કુલ 83 વિષયોમાં પીએચડી પ્રવેશ માટે પણ પરીક્ષા લેવામાં આવી રહી છે.

આ ટેસ્ટ ઓપ્ટિકલ માર્ક રીડર એટલે કે ઓનલાઇન પેપર મોડપર લેવામાં આવશે. આ ટેસ્ટ અંતર્ગત પેપ૨ 1 અને પેપ૨ 2માં કોઈ પણ પ્રકારનો બ્રેક રહેશે નહિ. આ ટેસ્ટ 16 જૂને આયોજિત કરાશે.

યુજી નેટ માટે સામાન્ય વર્ગ  માટે રૂ. 1150, ઓબીસી કેટેગરી માટે રૂ.600. એસસી-એસટી કેટેગરી માટે રૂ.325 ફી રાખવામાં આવી છે. યુજીસી નેટ માટે અરજી કરવા માટે જરૂરી વિગતો વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ૫૨ https//ugcnet.nta.ac.in/ પરથી મેળવી શકશે.


More Information :


 
Top