Application Form For State Award Scheme | Handicapped Award For Organizations / Parents of the handicapped child 2023 / 2024 | https://sje.gujarat.gov.in/dsd/home

State Award Scheme | Handicapped Award For Organizations / Parents of the handicapped child 2023 / 2024 | https://sje.gujarat.gov.in/dsd/home

 

The matter of giving awards for the year 2023 under the state award scheme to the persons organizations doing the best activities in the field of the welfare of the handicapped and to the parents of the handicapped child


જાહેરાત
દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી વ્યક્તિ સંસ્થાઓને તથા દિવ્યાંગ બાળકના વાલી / મા બાપને રાજ્ય એવોર્ડ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩ના એવોર્ડ આપવા બાબત


ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી દિવ્યાંગ વ્યક્તિ/સંસ્થાઓને તથા દિવ્યાંગ બાળકને ઉછે૨વાના અત્યંત કપરા અને કઠિન કામમાં સંકળાયેલ દિવ્યાંગ બાળકના વાલી/મા બાપને રાજ્ય એવોર્ડ આપવા અંગેની યોજના અમલમાં છે. જે અંગે વર્ષ ૨૦૨૩ના રાજ્ય એવોર્ડ આપવા માટે નીચે અરજીઓ મંગાવવામાં આવે છે. 

(૧) સંસ્થાગત એવોર્ડ : પ્રથમઃ રૂા. ૫૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર દ્વિતીયઃ રૂા. ૪૫૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
(૨) વ્યક્તિગત એવોર્ડ : પ્રથમઃ રૂા. ૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર દ્વિતીયઃ રૂા. ૧૫૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર
(૩) The Right of Persons with Disabilities Act-2016 અમલમાં આવતા તેમાં વ્યાખ્યાયિત થયા મુજબની ૨૧ પ્રકારની દિવ્યાંગતા પૈકી કોઈપણ ૪ (ચાર) પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકના વાલી/મા-બાપને રાજ્ય પારિતોષિક તરીકે રૂા. ૧૦,૦૦૦/- અને પ્રશસ્તિપત્ર


દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી વ્યક્તિ સંસ્થાઓને રાજ્ય એવોર્ડ મેળવવા અંગેના નિયમો (તા. ૨૨.૦૯.૨૦૨૧ નો ઠરાવ) અને દિવ્યાંગ બાળકના વાલી / મા બાપને રાજ્ય એવોર્ડ આપવા અંગેના નિયમો (તા. ૨૩-૦૨-૨૦૨૨ના સુધારા ઠરાવ) નક્કી થયા મુજબ ધ્યાને (ખાતાની વેબસાઇટ: https://sje.gujarat.gov.in/dsd/home ઉપર ઉપલબ્ધ છે) લઈ અરજી કરવાની રહેશે. 

 

એવોર્ડ માટેના અરજી ફોર્મ દરેક જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીઓ તેમજ વેબસાઇટ https:// sje.gujarat.gov.in/dsd/home ઉપરથી મેળવી તા. ૨૫-૧૧-૨૦૨૪ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથેની અરજી સંબંધિત જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે ૨(બે) નકલમાં કરવાની રહેશે. નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. અગાઉ તા. ૧૦.૦૩.૨૦૨૨ના રોજ આપેલ જાહેરાત વહીવટી કારણોસ૨ રદ કરવામાં આવે છે.

 

 

 

 More Information :