Developing Castes Welfare Coaching Sahay Yojana (Scheme) | sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions

Developing Castes Welfare Coaching Sahay Yojana (Scheme) | sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions


DIRECTOR DISTRICT STATE WELFARE GUJARAT STATE GANDHINAGAR

For the academic year 2024-25 online implementation of the following schemes implemented by Vikshati Jati Kalyan



નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર

શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે વિકસતી જાતિ કલ્યાણ દ્વારા અમલીત નીચે મુજબની યોજનાઓનો અમલ Online કરવા બાબત


વર્ષ : ૨૦૨૪-૨૫ અંતર્ગત નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા નીચે મુજબની ત્રણ કોચિંગ સહાય યોજનાનો અમલ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ (https:// esamajkalyan.gujarat.gov.in) મારફત ક૨વાનો થાય છે. વર્ષઃ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓને નિયમોનુસાર કોચિંગ સહાય યોજનાનો લાભ આપવા ઇ-સમાજકલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


  1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩)ની પૂર્વતૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રકમ રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે)
  2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે)
  3. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને IIM, CEPT, NIFT, NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશમાં જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે)

  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉક્ત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓએ (https://esamajkalyan.gujarat.gov.in) પોર્ટલ પર તા. ૧૧/૧૧/૨૦૨૪ થી તા. ૧૧/૧૨/૨૦૨૪ સુધી આનુષાંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે.
  • પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ બિડાણ કરી વિદ્યાર્થી તાલીમાર્થી જે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીએ તા. ૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યાના તારીખથી તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થી તાલીમાર્થીનું કોચિંગ ચાલુ હોવું જોઇએ. ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજુરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઇ બનાવવામાં આવનાર મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓને નિયમોનુસાર અગ્રતાક્રમમાં સહાય ચુકવવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
  • વિદ્યાર્થી તાલીમાર્થીને પસંદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઇટ (https//sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions) ૫૨ ઉપલબ્ધ છે.

ખાસ નોંધ : જિલ્લા કક્ષાએ તા. ૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં હાર્ડકોપી જમા ના કરાવેલ વિદ્યાર્થી/તાલીમાર્થીની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ તા. ૩૦/૧૨/૨૦૨૪ પછી જિલ્લા કક્ષાએ મળેલ હાર્ડકોપીવાળી અરજીઓને પણ ધ્યાને લેવામાં આવશે નહિ.


Official Website : https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions?lang=english


More Information :