About Me

ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ હેઠળ જુલાઈ, ઓગસ્ટમાં ભણવા જઈ શકશે | જીટીયુના વિદ્યાર્થીઓને કેનેડા, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની તક, 29મી સુધી અરજી કરી શકશે


જીટીયુના વિદ્યાર્થીઓને કેનેડા, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની તક, 29મી સુધી અરજી કરી શકશે

જીટીયુના બીઈ, એમબીએના વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ હેઠળ કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક છે. આ માટે તેઓ 29ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે. 2011થી આઈઈપી હેઠળ બીઈ, એમબીએ, બીફાર્મ થયેલા 2370 વિદ્યાર્થીએ કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયામાં એકથી દોઢ મહિના માટે આતંરરાષ્ટ્રીય કક્ષાનું પ્રશિક્ષણ મેળવ્યું છે.


વિદેશની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા મળી શકે

* લોરેન્શિયલ યુનિ., કેનેડા, (બીઈ : કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, એમસીએ અને બીફાર્મ 

* વિસ્માર યુનિવર્સિટી, જર્મની (બીઈઃ મિકેનિકલ એન્જિનિયરિંગ) 

* યુનિવર્સલ બિઝનેસ સ્કૂલ ઓફ સિડની, ઓસ્ટ્રેલિયા (બિઝનેસ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ)


આઈપીપીથી વિધાર્થીઓને શું શું ફાયદો થશે ?

પોતાની યુનિવર્સિટીની શૈક્ષણિક સ્કોલરશિપ સાથે વિદેશની ખ્યાતનામ યુનિવર્સિટીમાં ચારથી છ અઠવાડિયા અભ્યાસની તક. પોતાની એકેડમિક ફિલ્ડમાં આધુનિક રિસર્ચ લેબોરેટરી તથા જે તે ક્ષેત્રમાં થતા નવા શોધ સંશોધનોને જાણવાની અમૂલ્ય તક.

પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ફોરેન યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર અપાય છે, જે વિદ્યાર્થીઓના બાયોડેટામાં ઉમેરાતા તેની કારકિર્દીમાં વેગ મળે છે.

આઈપીપીમાં જોડાયા બાદ વિદ્યાર્થીઓને માટે વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસની વિપુલ તકો.

ગ્રૂપ પ્રોજેક્ટ્સ, લેબોરેટરી એક્સપેરિમેન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, વિદેશી નાગરિકો સાથે સોશિયો-કલ્ચરનું આદાનપ્રદાન થશે. | " વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે.


More Information :


 
Top