About Me

State Mountaineering Award | રાજ્ય પર્વતારોહણ પારિતોષિક યોજના 


રાજ્ય પર્વતારોહણ પારિતોષિક યોજના

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્રારા પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર રાજ્યના સાહસિક પર્વતારોહકોને સન્માનવા તથા બિરદાવવા માટે “રાજ્ય પર્વતારોહણ પારિતોષિક" (State Mountaineering Award) યોજના અમલમાં છે. આ યોજના અન્વયે રાજ્યના સાહસવીરોને પ્રત્યેકને રૂ.૨૫,૦૦૦/- (એક રૂપિયા પચ્ચીસ હજાર પુરા)નો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર પ્રતિ વર્ષ એનાયત કરવાના હેતુથી વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે અલગ-અલગ અરજીઓ મંગાવવામાં આવે છે.


ગુજરાતના મૂળ વતની અને ભારતનું નાગરિકત્વ ધરાવનાર કે જેણે ૭૦૦૦ મીટર ઉંચાઇ એક વખત અથવા ૬૦૦૦ મીટરથી વધુ ઉંચાઇ બે વખત (છેલ્લું ચઢાણ દર્શાવેલ તારીખોમાં) પર્વતારોહણ તા.૦૧/૦૪/ ૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૩ દરમિયાન ચઢેલ હોય તેનુ ઈન્ડીયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન (IMF)ના નિયામકનું પ્રમાણપત્ર રજૂ કરનાર ઉમેદવારો આ એવોર્ડ મેળવવા માટે અરજી કરી શકે છે. અરજીનો નિયત નમૂનો અને વધુ માહિતી https://commi-synca.gujarat.gov.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


અરજી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૧૧/૩જો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પીન-૩૮૨૦૧૦ ના સરનામે તા.૨૮/૦૨/૨૦૨૪ સુધીમાં, સહાયક નિયામક (સાહસ)ના નામે RPAD થી અથવા હાથો હાથ કચેરીમાં પહોંચતી કરવાની રહેશે.


અરજદાર સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત, નિયમો તથા શરતોઃ   

  • ૭૦૦૦ મીટર ઊંચાઇ એક વખત અથવા ૬૦૦૦ મીટરથી વધુ ઊંચાઇ બે વખત ચઢેલા હોવા જોઇએ અને આ અંગેનું ઇન્ડીયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન (IMF) ના નિયામકના પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે.
  • અરજદાર ગુજરાતના મૂળ વતની હોવા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇશે. (પમાણપત્રની નકલ જોડવાની રહેશે.)
  • આ ક્ષેત્રમાં અગાઉ પુરસ્કાર મેળવેલ વ્યક્તિ, પુરસ્કારને પાત્ર રહેશે નહીં.
  • કોઇપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ન હોવાનું પોલીસનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે.
  • આ પુરસ્કાર મરણોત્તર પણ આપી શકાશે, જે માટે પુરસ્કૃત વ્યક્તિના કાયદેસરના વારસદારએ અરજી કરવાની રહેશે.
  • રાજ્ય પર્વતારોહણ પારિતોષિક માટેની મળેલ અરજીઓની ચકાસણી રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે
  • આ સાથે સમાવિષ્ટ પરિશિષ્ટ – ક માં બિડેલ નિયત ફોર્મ મુજબ જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરવાની રહેશે. અરજી બે નકલમાં આપવાની રહેશે. અધૂરી અને અસ્પષ્ટ માહિતી વાળી અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તથા દફતરે કરવામાં આવશે.
  • નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
  • પત્ર વ્યવહાર માટેની તમામ વિગતો અને ટેલીફોન / મોબાઇલ નંબર અરજીમાં સ્પષ્ટ લખવો.
  • પ્રાપ્ત અરજીઓ માંથી રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા આખરી પસંદગી કરવામાં આવશે.
  • આ યોજનાની તમામ વિગતો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઠરાવ ક્રમાંકઃયસપ/૧૦૨૦૧૭/૨૭૧/બ. મુજબ આખરી રહેશે. આ ઠરાવ જાહેરાતમાં દર્શાવેલ વેબસાઇટ પરથી મળી શકશે.


Official Website : https://commi-synca.gujarat.gov.in/index.htm


Application Form Download : https://commi-synca.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/State-Mountaineering-Award-form.pdf


More Information :




 
Top