About Me

Call letter Download GSSSB Forest Guard Exam 2024 | ગુજરાત વનરક્ષક કોલ લેટર ડાઉનલોડ કરો


Post Name : Forest Guard (વનરક્ષક)


પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-૩ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે MCQ-CBRT (Computer Based Recruitment Test) ના લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.


ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા.૦૧/૦૨/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી જે તે તારીખના રોજ પરીક્ષાના સમય સુધી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

MCQ-CBRT (Computer Based Recruitment Test) માટેના કોલલેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ નકલ કાઢી લેવાની રહેશે. કોલ લેટરની પ્રીન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.


પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ૨ . MCQ-CBRT પધ્ધતિ ની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું. (૩) ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).


ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા જણાવવામાં આવે છે. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.


આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાનાર હોય, આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારોને જાણકારી મળી રહે, તે માટે હવે પછી મંડળની વેબસાઈટ પર મોક ટેસ્ટની લીંક મુકવામાં આવશે. ઉમેદવાર એક કરતા વધુ વખત મોક ટેસ્ટની પ્રેકટીસ કરી શકશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=1FuiGkLwwxtlofD5KBCOsQMJHTBtIg2aSZTx8EOPloSeKBKsEpD7b5iAN15BvVyYga6gEPwcrB4LzmatVngfnz%E2%9C%A450PQkQ7mwVzPOXk603w6zHutG8yKKHo3VBk6dTmiCSr3gYRu4OS07JugtiZbiEw%E2%99%AC%E2%99%AC


Call Letter Download : https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=




 
Top