નવા સત્રથી જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર લંબાવાશે | 8 મેએ કરાર પૂરો થશે, 13 જૂનથી રિન્યૂ | સંચાલકને નવેસરથી અરજી કરવાની રહેશે

નવા સત્રથી જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર લંબાવાશે  | 8 મેએ કરાર પૂરો થશે, 13 જૂનથી રિન્યૂ | સંચાલકને નવેસરથી અરજી કરવાની રહેશે


નવા સત્રથી જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર લંબાવાશે

  • 8 મેએ કરાર પૂરો થશે, 13 જૂનથી રિન્યૂ 
  • સંચાલકને નવેસરથી અરજી કરવાની રહેશે

કમિશનર ઓફ સ્કૂલે રાજ્યની સરકારી-બિન સરકારી અનુદાનિત સ્કૂલોમાં નિમણૂક મેળવનારા જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર લંબાવવાનો નિર્ણય કર્યો છે અને આ અંગેનો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો છે. 

પરિપત્રમાં જણાવ્યાનુસાર રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 8 મેએ જ્ઞાન સહાયકોનો કરાર પૂરો થવા જઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધીનું વેકેશન જાહેર કરાયું છે. તે પછીથી નવા સત્રના પ્રથમ દિવસથી 11 માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોના કરારરિન્યૂ કરવા માટે આપેલી સૂચના ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા જણાવાયું છે. આ સૂચના અનુસાર સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવનારા જ્ઞાન સહાયક સંબંધિત શાળા સંચાલક મંડળને નવેસરથી અરજી કરી શકશે. આ જ્ઞાન સહાયકનો નવો કરાર 13 જૂનથી 11 મહિના સુધી (વેકેશન સિવાય) કરી શકાશે. 

જે તે શાળામાં નિમણૂક પામેલા જ્ઞાન સહાયકનો જે તે શાળા માટે નવો કરાર કરી શકાશે. પૂર્વમંજૂરી વિના કોઈ પણ સંજોગોમાં જ્ઞાન સહાયકની શાળા ફેરબદલી કરી શકાશે નહિ. જ્ઞાન સહાયકોને કરાર દરમિયાન વેકેશનના દિવસોનું માનદ વેતન મળશે નહિ.


Paper SourcePaper Source


More Information :