About Me

C-MAT CBT mode will be conducted on May 15 | C-MAT સીબીટી મોડમાં 15 મેએ લેવામાં આવશે


C-MAT સીબીટી મોડમાં 15 મેએ લેવામાં આવશે

મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ માટેની કોમન મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (સીમેટ)નું 15મી મેના રોજ આયોજન ક૨વામાં આવ્યું છે.આ પરીક્ષા કમ્પ્યૂટર બેઝડ ટેસ્ટ (સીબીટી) મોડમાં આયોજિત કરાશે.એનટીએ દ્વારા યોજાનારી આ સીમેટ માટે એપ્રિલ મહિનામાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. દેશભરની 1300થી વધુ એમબીએ કોલેજોમાં પ્રવેશ માટેની સીમેટ લેવામાં આવનારી છે.સીમેટના પ્રશ્નપત્રમાં ક્વોન્ટેટિવ ટેકનિક્સ, ડેટા ઈન્ટિગ્રેશન, લોજિકલ રિઝનિંગ, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન, જનરલ અવેરનેસ, ઈનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ જેવા વિષયો સાથે સંકળાયેલા કુલ 400 માર્ક્સના 100થી વધુ પ્રશ્નો પૂછવામાં આવશે.


More Information :



 
Top