GCAS registration is Compulsory for admission to 15 government universities | 15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે GCAS રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

GCAS registration is Compulsory for admission to 15 government universities | 15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે GCAS રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત


15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે GCAS રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

  • રાજ્યની સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા
  • વેબ પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે

ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS) : ગુજરાત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં ચલાવાતા કોર્સમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માટેનું પ્લેટફોર્મ છે. સ૨કા૨ી યુનિવર્સિટી અને તેની સાથે સાથે સંકળાયેલી કોલેજોમાં અંડર ગ્રેજ્યુએશન (સ્નાતક), પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) અને પીએચડી કક્ષાના ડિગ્રી કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ- જીકાસ (જીસીએસ) ની રચના કરવામાં આવી છે.


GCAS અંગે આટલી બાબતો જાણવી જરૂરી

  • રાજ્યની યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ કોર્સમાં રેગ્યુલર અને એક્સટર્નલ કોર્સમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ 2024- 25થી gcas.gujgov.edu.in પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 
  • GCAS પોર્ટલ પર દર્શાવેલ કોર્સિસની પસંદગી કરી, પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટેનુ અનિવાર્ય પ્લેટફોર્મ છે.
  • રજિસ્ટ્રેશન પછી પ્રવેશ પ્રક્રિયાની તમામ કાર્યવાહી વિદ્યાર્થીઓએ પસંદ કરેલી યુનિવર્સિટીના નિયમાનુસાર થશે.
  • જીસીએસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ઉપલબ્ધ છે.
  • પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/content/genral-instructions-196 અથવા gccas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવી.
  • વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન સબંધિત કોઈ પણ પ્રકારની સહાય મેળવવા માટે પોતાની નજીકની સરકારી કે અનુદાનિત કોલેજ તથા યુનિવર્સિટીના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્યમાં ઉપલબ્ધ તમામ હેલ્પ સેન્ટરની માહિતી પોર્ટલ.

Paper Source : Divya Bhaskar


More Information :