About Me

National Health Mission (NHM) Anand Recruitment / Bharti 2024 | જિલ્લા આરોગ્ય સોસાયટી આણંદ ભરતી જાહેરાત


જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત, આણંદ

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત ભરતી માટેની જાહેરાત 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આણંદ જીલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારીત ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓં માટે પ્રતિક્ષાયાદી બનાવવાની થાય છે આ જગ્યા ભરવા માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https://arogyasath.gujarat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. 


જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ : 

  1. જિલ્લા એકાઉન્ટન્ટ - 01 જગ્યા
  2. ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (NHM) - 01 જગ્યા
  3. ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ગતિશીલ) - 02 જગ્યા
  4. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર - 09 જગ્યા
  5. સ્ટાફનર્સ (RCH) - 19 જગ્યા
  6. સ્ટાફ્નર્સ (CMTC)(NHM) - 01 જગ્યા
  7. RBSK MO (ફીમેલ) - 11 જગ્યા
  8. RBSK MO (પુરૂષ) - 09 જગ્યા
  9. RBSK FHW - 07 જગ્યા
  10. RBSK ફાર્માસીસ્ટ - 19 જગ્યા
  11. લેબ ટેકનીશીયન - 01 જગ્યા
  12. આયુશ તબીબ - 06 જગ્યા
  13. સ્ટાફ નર્સ (NP – NCD) - 02 જગ્યા
  14. ઓડીયોલોજીસ્ટ - 01 જગ્યા
  15. ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ - 01 જગ્યા


ઇચ્છુક ઉમેદવારો એ પોતાની ઉમેદવારી તા. 01/09/2024 થી તા. 07/09/2024 સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathl.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે, જાહેરાતની તમામ વિગતો વાંચી સમજીને પછી ઉપસેક્ત દર્શાવેલ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.


નકલો

ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દર્શાવેલ સરનામે શૈક્ષણીક લાયકાત, અનુભવ પ્રમાણપત્રો, ઉંમરના પુરાવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર, જેવા તમામ અસલ પ્રમાણપત્રો તથા પાસપોર્ટ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અને તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત https://arogyasathi.gujarat.gov.in વેબ સાઈટ ઉપર અપલોડ કરવાના રહેશે.


ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ : 

  1. ઉમેદવારની ફકત ઓનલાઇન https://arogyansathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ,કુરીયર કે સાદી ટપાલ દ્રારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  4. ઉમેદવાર એક સંવર્ગ (કેડર) માટે એક કરતા વધુ અરજી કરી શકશે નહી
  5. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનુ 07/09/2024 ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે
  6. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે જરૂર જણાયે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  7. ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ-મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ-મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
  8. ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો 11 માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
  9. નિમણૂંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટરથી, ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આણંદનો રહેશે.
  10. ભરતી પ્રક્રીયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થરો તો ભરતી રદ કરવાના હક્ક અમોને અબાધિત રહેસે.


Official Notification https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyEuANU2_Urw-QM3daBFOoD_M5f7ML2H5j8B4czQXWfxOVBVGmfrQugZqzZXyIHq0hRoIvi7XhgLEwXIhyphenhyphentXvL0NdWA68F2Axuo9p_fzbx-120ZhbxmdsXgDWbc1Pxej-nKwsonjHK5muH2BQ8ujtHbqiyYwxxXuXS9dF2vJ-6jiH2JVxjDmZBgThEZ30/s1280/1725248814008.jpeg


Apply Online https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Notification :


 
Top