About Me

VMC Sainik (Fireman) Recruitment / Bharti 2024 | Vadodara Municipal Corporation Sainik (Fireman) Recruitment 2024 | www.vmc.gov.in


વડોદરા મહાનગરપાલિકા 

www.vmc.gov.in

સૈનિક (ફાયરમેન) ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે નીચે જણાવેલ જગ્યા સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૨-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી ૦૧-૧૦-૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


જગ્યાનું નામ : સૈનિક (ફાયરમેન)

જગ્યાની સંખ્યા : 26 + 25 (સંભવિત ખાલી થનાર)

શૈક્ષણિક લાયકાત  :

1. ધોરણ ૧૦ પાસ.

2. સરકાર માન્ય સંસ્થાનો ફાયરમૅન કોર્સ પાસ કરેલ હોવો જોઇએ.

3. બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઇએ.

4. ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઇએ.

શારિરીક લાયકાત :

1. ઉંચાઇ: ૧૬૫ સે. મી. (૫’-૫'')

2. વજનઃ ૫૦ કિલો ગ્રામ

3. છાતી : સામાન્ય - ૮૧ સે. મી |  ફુલાવેલી – ૮૬ સે. મી.

પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે રૂ.૨૬,૦૦૦/- માસિક ફિકસ વેતન.

ઉંમર : ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહીં અને ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.


અરજી ફી  : 

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. 
  • અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. 


લાયકાત ધરાવતા ઉમેદવારો www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૨-૦૯-૨૪ (૧૩.૦૦ કલાક) થી ૦૧-૧૦-૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

(૨) ઓનલાઇન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માત્ર ડેસ્કટોપ અથવા લેપટોપ નો જ ઉપયોગ કરવો ઉમેદવારો માટે હિતાવહ છે.

(૩) ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઇએ.

(૪) ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ

(૫) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. 

(૬) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. 

(૭) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યા ને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ વિગેરે અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.


Official Notificationhttps://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//SAINIK%20R%20R.Final.pdf


Apply Onlinehttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :





 
Top