BMC Recruitment / Vacancy 2024 | Bhavnagar Municipal Corporation Staff Nurse and MPHW Contract Based Bharti 2024
Post Name & Vacancy :
Staff Nurse - 03 Posts
MPHW - 08 Posts
અર્બન હેલ્થ સોસાયટી
ભાવનગર મહાનગરપાલિકા જાહેરાત
૧૫માં નાણાપંચ અન્વયે અર્બન હેલ્થ સોસાયટી, ભાવનગર મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ હેઠળનાં ૧૪ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કુલ-૩૦ 'આયુષ્યમાન આરોગ્ય મંદીર" કાર્યરત કરવાના થતા તથા થયેલ સેન્ટર ખાતે નીચે મુજબની જગ્યા માટે ૧૧ માસનાં કરાર આધારીત, ફીકસ પગારથી લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી નીચેની શરતો / વિગતોને ધ્યાને લઈ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દીવસ – ૧૦ માં રજીસ્ટર્ડ એડી પોષ્ટથી અરજી મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ : સ્ટાફ નર્સ
પગાર ધોરણ : માસીક ફીકસ પગાર રૂ. ૨૦,૦૦૦/-
જગ્યાની સંખ્યા : હાલમાં ૩
વય મર્યાદા - ૫૮ વર્ષ
જરૂરી શૈક્ષણીક : સરકાર માન્ય નર્સીંગ માં બેચલર ડીગ્રી પાસ અથવા ડીપ્લોમા ઈન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી
રીમાર્કસ : ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન જરૂરી છે. (સ્ત્રી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે)
જગ્યાનું નામ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
પગાર ધોરણ : માસિક ફીકસ પગાર : Rs. 15,0000/-
જગ્યાની સંખ્યા : હાલમાં ૮ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે
વય મર્યાદા - ૫૮ વર્ષ
રીમાર્કસ : પુરુષ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા, ધો-૧૦ થી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ તથા ડિગ્રી સર્ટીફીકેટની પ્રમાણીત નકલ, અનુભવ, ઉમરના આધારોની પ્રમાણીત નકલો તથા અરજી ઉપરનાં ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતરનો ફોટોગ્રાફ સાથે મેમ્બર સેક્રેટરી, અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ એડી પોષ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દીવસ – ૧૦ માં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
- સરકારશ્રીની ૧૫માં નાણાપંચની માર્ગદર્શિકા અનુસાર ઉપરોકત જગ્યા માટેનાં પગાર ધોરણમાં ફેરફાર થવાપાત્ર છે.
- અધુરી વિગત વાળી અરજી રદ પાત્ર રહેશે.
- કામગીરી તદન હંગામી તથા કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક, હીત, ભથ્થુ મળવા પાત્ર થશે નહી તથા મુદત પુરી થયે નિમણૂક આપોઆપ સમાપ્ત થશે.
- અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવાર ને લાગુ પડશે. આ જગ્યાઓની ભરતી કરવી કે ન કરવી, આપેલ જાહેરાત રદ ગણવી અગર આ જગ્યાઓ ભરવાની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાના તમામ અધિકાર ચેરમેનશ્રી, અર્બન હેલ્થ સોસાયટીનાં રહેશે.
More Information :