Download the call letter for GSRTC Conductor Exam 2024 | Regarding payment of exam fee and issue of fee travel pass to SC / ST candidates | gsrtc.in | ojas.gujarat.gov.in
Gujarat State Road Transport Corporation (GSRTC)
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ
કંડકટર કક્ષાની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા, પરીક્ષા ફી ભરવા તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારોને ફી મસાફરી પાસ આપવા બાબત
નિગમની જાહેરાત ક્રમાંકઃ GSRTC/202324/32 કંડકટર કક્ષાની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ લેવામાં આવનાર છે. જેના કોલ લેટર ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપરથી ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાંખીને ડાઉનલોડ કરવાના રહેશે, પરીક્ષા માટેની યાદીમાં સમાવેશ થયેલ અને ઓનલાઈન એપ્લીકેશનમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપરથી ANNEXURE-B_(પરીક્ષા ફી ભરવાનું ચલણ) ડાઉનલોડ કરી તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૨૪/૧૨/૨૦૨૪ સુધીમાં (કચેરીના કામકાજના સમય દરમ્યાન) ફકત પોસ્ટ ઓફીસ મારફતે પરીક્ષા ફી પેટે રૂા.૨૫૦/– તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિકકા / સ્ટીકર સાથેની રસીદ મેળવી લેવાની રહેશે જે પરીક્ષા સમયે કોલલેટર સાથે અચૂક રજૂ કરવાની રહેશે. પરીક્ષા સ્થળે રોકડમાં કે અન્ય કોઈ રીતે ફ્રી સ્વિકારવામાં આવશે નહીં.
પરીક્ષા ફી ભરેલ ન હોય તેવા જનરલ કેટેગરી દર્શાવેલ ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં પરીક્ષા આપવા માટે પાત્ર ગણાશે નહિ. અનુ.જાતિ/ અનુ.જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા / જવા માટે બસના ફી પાસ માટે નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ ANNEXURE-A ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કંડકટરને રજુ કરવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોધ લેવી.
Conductor Call Letter Download : https://ojas.gujarat.gov.in/
Official Notification : https://drive.google.com/file/d/1Hqp4UTNeSReehTI51usaOP66Z0gKY5wn/view
More Information :