Important announcement from UGC for students who want to Ph.D Admission, Direct Ph.D after 4 year degree, 75 percent marks required

Important announcement from UGC for students who want to Ph.D Admission, Direct Ph.D after 4 year degree, 75 percent marks required


પીએચડી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે UGCની મહત્ત્વની જાહેરાત

4 વર્ષની ડિગ્રી બાદ સીધું પીએચડી કરી શકાશે, 75 ટકા માર્ક્સ જરૂરી

નવી શિક્ષણનીતિ બાદ વિદ્યાર્થીઓના એક જ સ્કોર કાર્ડની તૈયારીઓ


યુનિવર્સિટી-કોલેજ અને જુનિયર રિસર્ચ ફેલોશિપમાં આસિ. પ્રોફેસરની નિમણૂંક માટે યુજીસી નીટ જૂન-2024 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુજીસીએ જાહેરાત કરી છે કે 4 વર્ષની સ્નાતકની ડિગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં 8મા સેમમાં છે તેઓ હવે 16 જૂને પીએચડી માટે સીધી અરજી કરી શકશે. આ માટે 75 ટકા માર્કસ અથવા તેની સમકક્ષ ગ્રેડ જરૂરી છે. 

નેટની પરીક્ષા 16 જૂને છે. ઉમેદવારો જે વિષયમાં પીએચડી કરવા માગે છે તે વિષય માટે આપી શકે છે પછી ભલે તેમણે 4 વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી કરી હોય. 2024-25 થી યુનિવર્સિટી પાસ વિદ્યાર્થીઓને નેટ સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશની તક મળશે.


  • MSU માં 4 વર્ષના ગ્રેજ્યુએશનની પહેલી બેચ શરૂ

એમ.એસ.યુનિવર્સિટીમાં પણ નવી શિક્ષણ નિતી પ્રમાણે 4 વર્ષના ગ્રેજયુએશનની શરૂઆત થઇ ચૂકી છે. જેથી વિદ્યાર્થીઓ આગામી સમયમાં ગ્રેજયુએશન પૂર્ણ કરીને પીએચડી કરી શકશે. જોકે તેમાં હજુ 3 વર્ષનો સમય વિતી જશે ત્યાર બાદ પ્રથમ બેચ 4 વર્ષના ગ્રેજયુએશન બાદ બહાર આવશે. 

યુજીસીએ ત્રણ કેટેગરી બનાવી છે. પ્રથમ શ્રેણી તે વિદ્યાર્થીઓ હશે જેઓ પીએચડી, જેઆરએફ અને સહાયક પ્રોફેસરની નિમણૂક માટે પાત્ર હશે. બીજી શ્રેણી પીએચડીમાં પ્રવેશ અને મદદનીશ પ્રોફેસર તરીકે નિમણૂક માટેની જ્યારે ત્રીજીમાં માત્ર પીએચડીમાં પ્રવેશ માટે લાયક હશે. 

બીજી-ત્રીજી કેટેગરીમાં નેટ ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોર અને ઇન્ટરવ્યુના આધારે પ્રવેશ મળશે. એનઇપીને ધ્યાનમાં રાખી યુજીસી સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ ૫૨ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. યુજીસી નેટ વર્ષમાં બે વાર યોજાતી હોવાથી વિદ્યાર્થીઓને બે તક મળશે. નેટ પરીક્ષામાં મેળવેલ સ્કોર પીએચડી પ્રવેશ માટે એક વર્ષ માટે માન્ય રહેશે. યુજીસી-નેટનો અભ્યાસક્રમ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

યુજીસી સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ પર ધ્યાન આપી રહી છે. ઘણી યુનિવર્સિટીઓએ હવે ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ અપનાવ્યો છે. 4 વર્ષનો કોર્સ કરતા વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ અંગે નિર્ણય લેવાયો છે. હકીકતમાં, નિષ્ણાતો માને છે કે પીએચડીનીપ્રવેશપ્રક્રિયા સામે પ્રશ્નો છે, એક જ સ્કોર કાર્ડ હશે તો પ્રક્રિયા પારદર્શક થશે.


Paper SourceDivya Bhaskar


More Information :