Notification For GSEB HSC Science March 2024 Final Answer key

Press Note For GSEB HSC Science March 2024 Final Answer key


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

અખબારી યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, માર્ચ-૨૦૨૪, વિજ્ઞાન પ્રવાહના ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪), જીવ વિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ “આન્સર-કી” બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવેલ હતી. આન્સર-કી અંગેની રજૂઆતો E-MAIL મારફતે તા.૩૦/૦૩/૨૦૨૪, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધી સ્વીંકારવામાં આવેલ હતી. મળેલ તમામ રજૂઆતોની જે તે વિષય / માધ્યમના તજજ્ઞો દ્વારા ચકાસણી કરાવતાં કોઈપણ વિષયની “આન્સર-કી” માં ફેરફાર થતો નથી. તેથી પ્રોવિઝનલ “આન્સર-કી” જ આખરી “આન્સર-કી” રહેશે. જેની વિજ્ઞાન પ્રવાહની શાળાના આચાર્યશ્રીઓ / વાલીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી.


Official Notificationhttps://www.gsebeservice.com/assets/news/Press%20Note%20For%20HSC%20Science%20March-2024%20Final%20Answerkey.pdf


More Information :