Navrachana University Launched A New Bachelor's Course In Design | નવરચના યુનિ.માં ડિઝાઇનનો નવો બેચલર કોર્સ શરૂ કરાયો

Navrachana University Launched A New Bachelor's Course In Design | નવરચના યુનિ.માં ડિઝાઇનનો નવો બેચલર કોર્સ શરૂ કરાયો


નવરચના યુનિ.માં ડિઝાઇનનો નવો બેચલર કોર્સ શરૂ કરાયો

  • પ્રોડક્ટ ડિઝાઇન, વિઝ્યુઅલ કમ્યુનિકેશનનો આયામ
  • ડિઝાઇનર્સની નવી પેઢીને તૈયાર કરવામાં આવશે

નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા પ્રોડક્ટ ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં નવીન બીડીઝાઇન પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ નવીન પ્રોગ્રામ આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ ક૨વામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ડિઝાઇનર્સની નવી પેઢીને તૈયાર કરવાનો છે.

પ્રોડક્ટ ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં બીડીઝાઇન પ્રોગ્રામ વિદ્યાર્થીઓને બે વિશિષ્ટ છતાં પરસ્પર સંબંધિત વિશેષતાઓને સમજવાની તક આપે છે. નવરચના યુનિવર્સિટીના પ્રોવોસ્ટ તથા સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરના ડીન પ્રોફેસર પ્રત્યુષ શંકરે કહ્યું કે, પ્રોડક્ટ ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં આંતરછેદ ૫૨ અપાર શક્યતાઓ રહેલી છે. પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મોકળુ મેદાન મળી રહેશે.


Official Websitehttps://nuv.ac.in/apply-online/


Paper Source : Divya Bhaskar


More Information :