Online Registration For Gujarat ITI Admission 2024 | itiadmission.gujarat.gov.in

Online Registration For Gujarat ITI Admission 2024 | itiadmission.gujarat.gov.in


Online Registration For Gujarat ITI (Industrial Training Institute) Admission 2024 

Official Website : itiadmission.gujarat.gov.in


Online admission form filling process has been started for the eligible candidates to take admission in various NCVT / GCVT pattern occupations running at State Government / Grant-in-Aid / Self-reliant Industrial Training Institutes for the seats to be filled in Admission Session-2024. Candidates who want to get admission have to provide their mobile number and e-mail id compulsorily to fill the online admission form.



રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર

સરકારી / ગ્રાન્ટ-ઇન એઇડ / સ્વનિર્ભર આઈ.ટી.આઈ. માં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ ૨૦૨૪–૨૫ 

રાજયની સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-૨૦૨૪ માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈ–મેઈલ આઈડી ફરજીયાત દર્શાવવાનો રહેશે.


લાયકાત : ધોરણ  7 / 8 / 9 / 10 / 12 પાસ 


૧. ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ : ૦૧/૦૪/૨૦૨૪ના રોજ ૧૯,૦૦ ક્લાકથી તારીખ ૧૩/૦૬/૨૦૨૪ના રોજ સાંજે ૫.૦૦ ક્લાક સુધીમાં સબમિટ કરી લેવાનું રહેશે. રૂ.૫૦/– રજીસ્ટ્રેશન ફી (નોન રીફન્ડેબલ) ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે.

૨. ઉમેદવાર તેના પસંદગીના સ્થળ,વ્યવસાય, વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈ.ટી.આઈ. તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નકકી કરી Choice Filling કરી શકશે.

૩. એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હશે તો તેઓએ નજીકના હેલ્પસેન્ટરની મુલાકાત લઈ તારીખ : ૦૧/૦૪/૨૦૨૪ થી તારીખ : ૧૩/૦૬/૨૦૨૪સુધીમાં સુધારો કરાવી શકશે.

૪. ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં પ્રવેશ ફોર્મ ભરવા સંબંધેની જરૂરી માર્ગદર્શક સુચનાઓ આ ખાતાની વેબસાઈટ https:// itiadmission.gujarat.gov.in ઉપરથી વાંચી, સમજી વિચારી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

૫.સરકારી ગ્રાન્ટ-ઈન- એઈડ સ્વનિભૅર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગતો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નકકી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઈપેન્ડ, પ્રવેશ માટેની રીઝર્વેશન પોલીસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોશનમની ડિપોઝીટ વિગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલ છે. જે ઉપરોક્ત વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરીને ઓનલાઈન પ્રવેશ ર્ફોમ ભરતાં પહેલાં વેબસાઈટ પર મુકેલ તમામ માહિતી તથા સુચનાઓ વાંચી–સમજી લેવાની રહેશે.

૬. સરકારી / ગ્રાન્ટ—ઈન-એઈડ સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોકત વેબસાઈટમાં મુક્વામાં |આવશે.

૭. રાજયની તમામ સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ સંબંધિત માર્ગદર્શન માટે હેલ્પસેન્ટર ઉપરોકત તારીખો દરમ્યાન સવારે ૧૧.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. ઉમેદવારોએ નજીના હેલ્પસેન્ટરનો સંર્પક કરી માર્ગદર્શન મેળવી શકશે.

આ ઉપરાંત નીચે દર્શાવ્યા મુજબના હેલ્પ સેન્ટરો ખાતેથી ટેલીફોન દ્વારા ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન મળી શકશે.


APPLY FOR NEW REGISTRATIONhttps://itiadmission.gujarat.gov.in/ITIForms/ITIApplication_direct.aspx


ઉમેદવાર ના ઉપયોગ માટે

અરજીની પ્રિન્ટ કરવા માટેhttps://itiadmission.gujarat.gov.in/ITIForms/PrintApplication.aspx

તમારો રજીસ્ટ્રેશન નંબર જાણવાhttps://itiadmission.gujarat.gov.in/ITIForms/knowOTFNo.aspx

ITI માં ઉપલબ્ધ બેઠકો જાણવા https://itiadmission.gujarat.gov.in/ITIForms/VacantSeats.aspx


CANDIDATE LOGIN

રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન માટે અહીં ક્લિક કરોhttps://itiadmission.gujarat.gov.in/ITIForms/CandidateLogin.aspx


પ્રવેશ માટેની અગત્યની સુચનાઓ

  1. Apply Online પર ક્લિક કરી,ડેટા Save કરતા Registration Number મળશે.
  2. Login કર્યા બાદ,

  • Upload Photo મા જઇને ફોટો અપ્લોડ કરી શકાશે.
  • Edit Application મા જઇને અરજીમા સુધારો કરી શકાશે.
  • Confirm Application મા જઇને અરજી Confirm કરી શકાશે.
  • Fees Payment મા જઇને અરજી ફી/પ્રવેશ ફી ભરી શકાશે.
  • Choice Filling મા જઇને પ્રવેશ માટે ITI અને Trade પસંદ કરી શકાશે.


અન્ય જરૂરી સુચનાઓ

  1. આ ફોર્મમાં માહિતી માત્ર અંગ્રેજીમાં જ ભરવાની રહેશે.
  2. કોઇપણ માહિતીની એંટ્રીમાં સ્પેશલ અક્ષર જેવા કે ~ ` ! @ # % ^ & * | , : ; ' " નો ઉપયોગ કરવો નહિ.
  3. * માર્ક કરેલ માહિતી ફરજીયાત છે.
  4. પ્રિંટ કરતી વખતે આપના Browser નું Pop-up Blocker off હોવું જોઇએ. પ્રિંટ નવી Window માં ખુલશે.
  5. જે પરીક્ષા માટે ગ્રેડ પોઇંટ આપવામા આવે છે તેમા તેને અનુરૂપ માર્ક્સ નાખવા.
  6. ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ માં ૨ વર્ષના વ્યવસાયમાં ૯ મહિના તથા ૧ વર્ષના વ્યવસાયમાં ૫ મહિના તાલીમ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવે છે. વધુ વિગતો માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો.
  7. SSA ID :- સર્વ શીક્ષા અભિયાન ધ્વારા ફાળવવામાં આવેલ તથા L.C. પર દર્શાવામાં આવેલ ૧૮ અક્ષરનો નંબર SSA ID લખવાનો રહેશે.


* ક્રમ / કચેરીનું નામ / હેલ્પ સેન્ટર ફોન નંબર

  1. રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર - (૦૭૯)૨૩૨૫૩૮૧૦ 
  2. નાયબ નિયામકશ્રી(તાલીમ), પ્રાદેશિક કચેરી, અમદાવાદ - (૦૭૯) ૨૨૮૨૨૪૨૬
  3. નાયબ નિયામકશ્રી(તાલીમ), પ્રાદેશિક કચેરી, વડોદરા - (૦૨૫) ૨૪૩૮૪૭૭
  4. નાયબ નિયામકશ્રી (તાલીમ), પ્રાદેશિક કચેરી, રાજકોટ - (૦૨૮૧) ૨૪૫૮૪૮૮
  5. નાયબ નિયામકશ્રી(તાલીમ), પ્રાદેશિક કચેરી, સુરત - (૦૨૧)૨૪૭૫૧૯૫


ટોલ ફ્રી નંબર : ૧૮૦૦– ૨૩૩–૫૫૦૦ (સમય સવારે ૧૧.૦૦ થી સાંજના ૫.૦૦ સુધી)


More Information :