Jamnagar Municipal Corporation Recruitment 2024 For Various Posts

Jamnagar Municipal Corporation Recruitment 2024 For Various Posts


જામનગર મહાનગરપાલિકા 

આરોગ્ય શાખા – મહાનગરપાલિકા ખાતે

તદન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ ભરવા અંગે.


Post Name & Vacancies :

  1. એ.એન.એમ. - 18 Posts
  2. ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ - 04 Posts
  3. મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ.) - 10 Posts
  4. આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) - 02 Posts
  5. આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) - 03 Posts


મેરીટ યાદી તૈયાર કરવાની પધ્ધતિ –

૧) એ.એન.એમ. પોસ્ટ માટે

  • મુળ લાયકાતના ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ યાદી તૈયાર કરવાની રહેશે.
  • ૧ થી વધુ ટ્રાયલ માટે પ્રતિ ટ્રાયલ ૩% ની કપાત કરવાની રહેશે.
  • એટેમ્પ સર્ટીફીકેટ ફરજીયાત અટેચ કરવાનું રહેશે.
  • માર્કશીટમાં એટેમ્પ્ટની સંખ્યા દર્શાવેલ હોય તે માન્ય ગણવાની રહેશે.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.


૨) ફાર્માસીસ્ટ પોસ્ટ માટે :

  • ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.
  • મુળ લાયકાતના ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ યાદી તૈયાર કરવાની રહેશે.
  • ૧ થી વધુ ટ્રાયલ માટે પ્રતિ ટ્રાયલ ૩% ની કપાત કરવાની રહેશે.
  • એટેમ્પ્ટ સર્ટીફીકેટ ફરજીયાત અટેચ કરવાનું રહેશે.
  • માર્કશીટમાં એટેમ્પની સંખ્યા દર્શાવેલ હોય તે માન્ય ગણવાની રહેશે.


૩) મેડીકલ ઓફીસર (MBBS) :-

  • એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવી.
  • વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવા.


૪) આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર તથા આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ કમ ડેટા આસી. માટે નીચે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

  • ઉચ્ચતર માધ્યમિક બોર્ડ(વિજ્ઞાન વિષયો)માં મેળવેલા ટકાવારીના ૪૦%
  • સ્નાતકમાં મેળવેલ ટકાવારીના ૪૦%
  • ગુજરાતમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલા ઉમેદવારોને ૧૦%
  • ગુજરાતમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોને ૧૦%
  • એચ.એસ.સી.માં એક થી વધુ દરેક પ્રયત્ન દીઠ ૩% કપાત.
  • સ્નાતકમાં એક થી વધુ દરેક પ્રયત્નદીઠ ૩% કપાત.
  • સરખા મેરીટના કિસ્સામાં વહેલી જન્મ તારીખ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસી.ની પોસ્ટ માટે સરખા મેરીટના કિસ્સામાં મેનેજમેન્ટ / કોમ્પ્યુટરમાં અતિરિકત સર્ટીફીકેટ/કવોલીફીકેશન ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશ


અન્ય વિગતો :–

૧) આરોગ્ય સાથી પોર્ટલ (https://arogyasathi.gujarat.gov.in/) પર જઈ ઉપરોકત જગ્યાઓ માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અન્ય રીતે આવેલ અરજીઓ માન્ય રહેશે નહી.

૨) તમામ જગ્યાઓ તદન હંગામી ધોરણે કરાર આધારીત છે. જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઉપલબ્ધ ફંડને આધારીત રહેશે. કાયમી જગ્યાઓ ભરાતા આ જગ્યાઓ રદ થવા પાત્ર રહેશે.

૩) એ.એન.એમ.ની જગ્યાઓ માટેની જાહેરાત સંભવિત ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા હેતુસર છે. હાલ ઉપલબ્ધ મેરીટ પ્રતિક્ષાયાદી પૂર્ણ થયા બાદ આ જાહેરાત પૈકીની મેરીટ પ્રતિક્ષાયાદીમાંથી પસંદગી કરવામાં આવશે.

૪) દર્શાવેલ તમામ ડોકયુમેન્ટસ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ નહી કરેલ હોય તો અરજી રદ થવા પાત્ર રહેશે.


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx




More Information :