Notification For Gujarat 7500 teachers Recruitment For TAT 1 and TAT 2 pass candidates

Notification For Gujarat Secondary and Higher Secondary 7500 teachers Recruitment For TAT 1 and TAT 2 pass candidates

A cabinet meeting held today in Gandhinagar has taken an important decision to permanently recruit as many as 7,500 teachers in the state's secondary and higher secondary government and grant-in-aid schools in the next three months.

For this, permanent recruitment of TAT-Secondary and TAT-Higher Secondary pass candidates will be done in government and grant-in-aid schools of the state. The recruitment process of TET-1 and TET-2 candidates will also be conducted soon.

A total of 3,500 TAT-Secondary passed candidates will be recruited for Secondary i.e. 500 in government schools of Class 9 and Class 10 and 3,000 in Grant-in-Ed schools.

While in higher secondary i.e. 750 in government schools and 3,250 in grant-in-aid schools, a total of 4,000 candidates of TAT-Higher Secondary will be recruited in class 11 and class 12.


જાહેરાત : આંદોલન બાદ સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં 7500 શિક્ષકની ભરતી કરાશે

  • રાજ્યમાં ધો.1થી 12માં શિક્ષકોની 32 હજાર જગ્યાઓ ખાલી 
  • ધો. 1થી 8માં પણ ટૂંક સમયમાં ભરતી હાથ ધરવાની સરકારની ખાતરી

રાજ્યની ધો.9 થી 12 ની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકોનીભરતીને રદ કરીને કાયમી ભરતી કરવાની માગ સાથે ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી પહેલાં શરૂ કરેલું આંદોલન ફરી છેડાયું હતું. ઉમેદવારો મંગળવારે વધુ એક વખત ગાંધીનગરની સડકો પર ઉતરી પડ્યા હતા અને દેખાવો કર્યા હતા. 


જેના પગલે રાજ્ય સરકારે આંદોલનના બીજા દિવસે બુધવારે કેબિનેટની મળેલી બેઠકમાં ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં 7500 શિક્ષકોની આગામી ત્રણ મહિનામાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. 


ઉપરાંત ધો.1 થી 8 માં પણ ટૂંક સમયમાં ભરતી કરવાની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે ધો.1 થી 8 માં આશરે 25 હજાર અને ધો. 9 થી 12 માં 7 હજાર જેટલી ખાલી જગ્યા છે. 


રાજ્યમાં ધો. 1 થી 5 માં શિક્ષકોની ભરતી કરવા માટે ટેટ 1 અને ધો. 6 થી 8 માં શિક્ષકોની ભરતી કરવા માટે ટેટ-2,જ્યારે ધો. 9 થી 10 માં શિક્ષકોની ભરતી ક૨વા માટે ટાટ-1 અને ધો. 11થી 12માં શિક્ષકોની ભરતી કરવા માટે ટાટ-2 પરીક્ષા લેવામાં આવે છે. 


આ પરીક્ષાના આધારે ભરતી થાય તે પહેલાં જ રાજ્યના શિક્ષણ વિભાગે ફિક્સ પગારના આધારે જ્ઞાન સહાયકોની ભરતી કરી હતી. જેનો વ્યાપક વિરોધ લોકસભાની ચૂંટણી પહેલાં થયો હતો. આ પછી ગયા મંગળવારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન કરીને સરકાર સામે ભરતી કરવાના નામે બંડ પોકાર્યુ હતું.


Bhupendra Patel Twiet

ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 


આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.  


માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.


જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.


News Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjJH6lRbOPaAbwKBDnvECbBrOsJHBqBPSeGtBOYnRG0lC5_z51Ke6W9cEVnbN4tJ9cGYifE5D4metoH5QRUmiO81YKiTcoushh-UpDj2W78wV5hdTgSDrcQawJBG28vs_Mc7jqe5NmqmWCKqHf2GHeF0eZFJtRh4Irk87VigeiGsoMeoa_VmHcAVJTM4nA/s837/02.jpg


Bhupendra Patel Twiet : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh4Bp4bvWUnuFfK6-UdOW4OOV7STzbbaV5O0v6se9vJCW39g1RA9Y0gUj4Ni5rjGfJ6csvZvA8MwYzltoXSDMOSHOlV5Tb7LgzJck2OOMcqBbE7ENrg-Wt9bktQ9B9BKTMbkUMgb8DjVVvd59vZ9I4q_RBgA_4xjd-IEt9Y5BfZS2Lm0BKOv6q9cSWTUMs/s775/01.jpg


More Information :