આશ્રમ શાળા છોટાઉદેપુર કાયમી શિક્ષણ સહાયકો ભરતી જાહેરાત | Ashram Shala Chhotaudepur District Shikshan Sahayak Bharti 2024
આદિજાતિ વિકાસ વિભાગ છોટાઉદેપુર
જોઇએ છે શિક્ષણ સહાયકો
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળામાં આદિજાતિ વિભાગના નિયમ પ્રમાણે ભરતી કરવાની થાય છે.
પ્રગટ પુરૂષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત
આશ્રમ શાળાનું નામ : ઉચ્ચ માધ્ય આશ્રમ શાળા રોજકુવા તા.જી.છોટાઉદેપુર (ધો-૧૧ થી ૧૨ માટે)
જગ્યાનો પ્રકાર : શિક્ષણ સહાયક - ૦૧
વિષય : તત્ત્વ જ્ઞાન
શૈક્ષણિક લાયકાત : એમ.એ / બી.એડ, TAT-2 ઉ મા.વિ પરીક્ષા પાસ
આશ્રમ શાળાનું નામ : ઉચ્ચ માધ્ય આશ્રમ શાળા બરોજ તા.જી.છોટાઉદેપુર(ધો ૧૧ થી ૧૨ માટે)
જગ્યાનો પ્રકાર : શિક્ષણ સહાયક - ૦૧
વિષય : હિન્દી
શૈક્ષણિક લાયકાત : એમ.એ / બી.એડ TAT-2 ઉ મા.વિ પરીક્ષા પાસ
જગ્યાનો પ્રકાર : શિક્ષણ સહાયક - ૦૧
વિષય : ઇતિહાસ
શૈક્ષણિક લાયકાત : એમ.એ / બી.એડ TAT-2 ઉ મા.વિ પરીક્ષા પાસ
અરજી મોકલવાનું સરનામું (સ્થળ) :
મંત્રી, પ્રગટ પુરૂષોત્તમ કેળવણી મંડળ ૮૩,
શ્રીજી સોસાયટી મુ.પો.તા.જી. છોટાઉદેપુર - 391165
નવ સર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત
આશ્રમ શાળાનું નામ : માધ્ય આશ્રમ શાળા રૂનવાડ તા.જી.છોટાઉદેપુર (ઉચ્ચ મા વિ.ધો-૧૧થી ૧૨ માટે)
જગ્યાનો પ્રકાર : શિક્ષણ સહાયક
વિષય : હિન્દી
શૈક્ષણિક લાયકાત : એમ.એ / બી.એડ TAT-2 ઉચ્ચ મા.વિ પરીક્ષા પાસ
અરજી મોકલવાનું સરનામું (સ્થળ) :
મંત્રી, નવ સર્જન એજ્યુકેશન ટ્રસ્ટ ૮૩,
શ્રીજી સોસાયટી મુ.પો.તા.જી. છોટાઉદેપુર - 391165
લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણ પત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયે દિન-૧૫ સુધીમાં મળી જાય તે રીતે રજિ.પો.એડીથી નીચેના સરનામે સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે.
(૧) નિવાસી આશ્રમ શાળા હોઇ સ્થળ પર ૨૪ કલાક ૨હેવાનુ અને ગૃહપતિ / ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે.
(૨) ગુજ.સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
(૩) વયમર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતોવખતના સુધારા-વધારા મુજબ રહેશે.
(૪) સ૨કા૨શ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી TAT-2 ઉચ્ચત્તર માધ્ય વિભાગ પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલી હોવી જોઇએ.
(૫) અનુસુચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તાજેતરનું નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
(૬) ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમ શાળા)ની કચેરી, છોટાઉદેપુરને મોકલી શકાશે.
જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખ : 24/08/2024
More Information :