District Health Society Jamnagar Bharti / Recruitment 2024 | જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર દ્વારા ભરતી | arogyasathi.gujarat.gov.in

District Health Society Jamnagar Bharti / Recruitment 2024 | જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર દ્વારા ભરતી | arogyasathi.gujarat.gov.in



રાષ્ટ્રીય આરોગ્ય મિશન

જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત, જામનગર

:: ભરતી અંગે જાહેરાત ::

જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર (ગુજરાત સરકાર) દ્વારા RCH-INRHM નું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. જેમાં મુખ્યત્વે માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ અને એડોલેસન્ટ હેલ્થ વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય સોસાયટીને કરારના ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવાની તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની થાય છે.


૧. મેડીકલ ઓફીસર – (એન.સી.ડી.) 

કુલ જગ્યા : ૨ જગ્યા 

કુલ મળવાપાત્ર ભથ્થું : Rs. ૭૫,૦૦૦/– પ્રતિ માસ.

લાયકાત : એમ.બી.બી.એસ અથવા સમકક્ષ ડીગ્રી (મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્રારા માન્યતા પ્રાપ્ત. ઇચ્છનીય : હોસ્પીટલમાં કામ કરવાનો ૨ વર્ષનો અનુભવ.


૨. સ્ટાફનર્સ / બ્રધર (એન.એચ.એમ.)

કુલ જગ્યા :  ૩ જગ્યા

કુલ મળવાપાત્ર ભથ્થું : Rs.૨૦,૦૦૦/- પ્રતિ માસ.

લાયકાત : સરકાર માન્ય સંસ્થા માંથી જી.એન.એમ./બી.એસ.સી. નર્સીંગ/( Bachelor Degree In Nursing ), ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.


૩. ફાર્માસીસ્ટ કમ ડેટા આસી. 

કુલ જગ્યા : ૧૨ જગ્યા

કુલ મળવાપાત્ર ભથ્થું : Rs. ૧૬,૦૦૦/– પ્રતિ માસ.

લાયકાત : સરકાર માન્ય યુનિવર્સીટી/સંસ્થા માંથી બેચલર/ડિપ્લોમા ઈન ફાર્માસી, ફાર્માસી કાઉન્સીલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.


૪. પ્રા.આ.કે. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 

કુલ જગ્યા : ૩ જગ્યા

 કુલ મળવાપાત્ર ભથ્થું : Rs. ૨૦,૦૦૦/– પ્રતિ માસ.

લાયકાત : વાણીજય (કોમર્સ) સ્નાતકની સાથે કોમ્પ્યુટર એપ્લીકેશન્સનનો ડિપ્લોમા/સર્ટીફીકેટ કોર્ષ(સરકાર માન્ય) કરેલ હોવો જોઈએ, અને M.S. Office, એકાઉન્ટ સોફ્ટવેર, GIS Software, હાર્ડવેરમાં પાયાનું કૌશલ્ય તેમજ ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઈલીંગ સિસ્ટમમાં મુળભુત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બંનેમાં ટાઈપીંગની કુશળતા જરૂરી. વધારાની લાયકાત ધરાવનાર ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. 

અનુભવ : ઓછામાં ઓછો ૧ વર્ષ


૫.ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટીયર 

કુલ જગ્યા : ૧ જગ્યા

લાયકાત : BSW / MSW, BRM / MRM તેમજ રસીકરણને લગત ફિલ્ડ કામગીરીનો અનુભવ, તાલુકા, પ્રા. આ. કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ની કામગીરીનું પ્લાનીંગ અને અમલીકરણ કરવાની કુશળતા, પોતાનું ટુ વ્હીલર વાહન તમામ કાગળો સાથેનું હોવું જરૂરી છે. ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર તથા કોમ્પ્યુટરનુ પાયાનું જ્ઞાન જરૂરી. મૌખીક અને લેખીત વ્યવહાર કરવાની કુશળતા, તાલુકા, પીએચસી અને યુએચસીની આરોગ્ય વિષયક કામગીરીના માળખાનું જ્ઞાન, સારી ચાલ ચલણગત ધરાવતા હોવા જોઈએ.

મળવાપાત્ર ભથ્થું : પ્રતિ માસ વધુમાં વધુ કુલ ૨૦ દિવસના ૬૦૦/– લેખે તથા મુસાફરી ભથ્થા પેટે ૨૦ દિવસના પ્રતિ દિવસ રૂા. ૩૦૦/– મળવાપાત્ર છે.


માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૨/૦૯/૨૦૨૪ સુધીમાં સાંજના ૦૬ ૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે


ક્રમ ૪ ના ઉમેદવારોની લેખીત પરિક્ષા / પ્રેકટીકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાંથી મેરીટ મુજબના ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેમાંથી જરૂરીયાત મુજબના ઉમેદવારોને પસંદ કરી પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે. બાકી તમામ જગ્યા માટે છેલ્લા વર્ષના મેરીટ તેમજ આરોગ્ય વિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઈ નિમણૂંક તેમજ પ્રતિક્ષાયાદી બનાવવામાં આવશે. ઉમેદવારોની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદ કરાયેલ ઉમેદવારને ૧૧ માસના કરારના ધોરણે નિયુકતી આપવામાં આવશે. જે ઉમેદવારના કોન્ટ્રાકટ પીરીયડ દરમ્યાન ઉમેદવારની કામગીરીના આધારે પ્રોગ્રામની મુદત સુધી લંબાવી શકાશે.


ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :–

  1. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  2. સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
  3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  4. તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.ની કેડર માટે કોમ્પ્યુટર સ્કીલ આવશ્યકતા હોઈ ToR માં દર્શાવ્યા અનુસાર કોમ્પ્યુટર લાયકાત ધરાવતા હોય તેમને મેરીટમાં કન્સીડર કરવામાં આવશે.
  5. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  6. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  7. ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ–મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ-મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે તેમજ સમયાંતરે ચેક કરતા રહેવું. > ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
  8. જાહેર નિવીદામાં જાહેરાતમાં દર્શાવેલ તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્ય વિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઇ મેરીટ બનાવવામાં આવશે.
  9.  નિમણૂંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગરનો રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi42K0_fUkfgR_jSY4iVizNRpt837Yd07JqItDLd3SYwAXWYb7-AjKFzgdrZgwvIhXWduVhQYAwYvg6y-yR8Ctv7xz5AZuGUCiOR1TzKoFP8aFjCm7rY_PCO9yrVEpTCk4uR4Q-mbrB3L6DZHUmeL7CA329PHTtlDCG2rySWXCkZKGb8lW7aXPHGWwSunM/s1752/1788-page-001.jpg


Apply Online https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :