About Me

Talaja Nagar Palika Recruitment / Bharti 2024 | તળાજા નગરપાલિકા ભરતી ૨૦૨૪ જાહેરાત


:: તળાજા નગરપાલિકા જાહેરાત ::

તળાજા નગરપાલિકામાં અગ્નિશમન સેવાના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક અગન/૨૦૧૮/૭૦/વ પાર્ટ તા.૨૭/૦૯/૨૦૧૯ થી માળખુ મંજુર થયેલ છે. કમિશ્નનરશ્રી મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરના હુકમ નં. કમિ.મ્યુનિ.એડી/મકમ- ૧/ફા.નં.૧૬૪૨/ફાયર મહેકમ/વશી/૭૮/૨૦૧૯ તા.૧૬/૦૧/૨૦૨૦ થી મંજુર થયેલ જગ્યાઓ માટે મહે. પ્રાદેશિક કમિશ્નર સાહેબ ભાવનગરના હુકમ નં. પ્રા.કમી.ન.પા./મકમ/અગ્નિ.ની.સે.ભરતી-બઢતીના નિયમો/સુધારો/વશી/૭૭૦/૨૦૨૧ તા.૧૫/૦૭/૨૦૨૧ થી ભરતી-બઢતીના સુધારા નિયમો મંજુર કરવામાં આવેલ છે. તેમજ કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરના પત્ર નં.કમિ.મ્યુનિ.એડી/મહેકમ-૧/વશી/ફાયર ભરતી/૨૦૨૦ તા.૦૮/૧૨/૨૦૨૦ થી ઉકત ફાયર ભરતીના રોસ્ટર બાબતેની સ્પષ્ટતા રજુ થયા મુજબ નિયત શૈક્ષણિક લાયકાત, ટેકનીકલ લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં R.P.A.D./ સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે તળાજા નગરપાલિકા કચેરીની મહેકમ શાખામાં સંપર્ક કરવાનો રહેશે


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા : 

  1. વિભાગીય ફાયર અધિકારી - 01 Posts
  2. સ્ટેશન ફાયર ઓફિસર - 01 Posts
  3. લીડીંગ ફાયરમેન - 01 Posts
  4. ડ્રાઇવર કમ પંપ ઓપરેટર - 03 Posts
  5. ફાયરમેન કમ ડ્રાઇવર - 08 Posts

શારીરિક ક્ષમતા :-
(ક) શારીરીક રીતે તંદુરસ્ત હોવા જોઇએ.
(ખ) લાલ, લીલા કલરના તફાવત જાણી શકતા હોવા જોઇએ.
(ગ) ઉંચાઇ:- પુરૂષો માટે:- તમામ ઉમેદવાર- ૧૬૫ સે.મી. અને અનુસુચિત જનજાતી ઉમેદવાર - ૧૬૨ સે.મી. મહિલા માટે :- તમામ ઉમેદવાર- ૧૫૮ સે.મી. અને અનુસુચિત જનજાતી ઉમેદવાર – ૧૫૬ સે.મી.
(ઘ) વજન :- પુરૂષો માટે ૫૦ કિ.ગ્રા. લઘુત્તમ મહિલા માટે ૪૦ કિ.ગ્રા. લઘુત્તમ
(ચ) છાતી :- સામાન્ય −૮૧ સે.મી. ફુલાયેલી – ૮૬ સે.મી. (ફક્ત પુરૂષો માટે)


૧. ઉપરોકત જ્ગ્યાઓ માટેની અરજી ૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં ચીફ ઓફિસરશ્રી, તળાજા નગરપાલિકા, જુની મામલતદાર કચેરી તળાજા - ૩૬૪૧૪૦ જી.ભાવનગર ખાતે ફકત જીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અન્ય રીતે રજુ થયેલ અરજી રદ પાત્ર થશે.

૨. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટા નંગ-૦૩, શાળા છોડયાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વ-પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

૩. ઉપરોકત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અજદારે રૂ.૫૦૦/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફિસરશ્રી તળાજા નગરપાલિકાના નામથી મોકલવાનો રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે કોઇ ફી ભરવાની રહેશે નહી. પરંતુ શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે શા.શૈ.પ.વર્ગનું નોન-ક્રીમીલીયરનું પ્રમાણપત્ર તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે જાહેરાતની તારીખે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ફરજીયાત રજૂ કરવાનું રહેશે અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. તેના સિવાય અનામતના લાભો મળવાપાત્ર થશે નહીં.

૪. અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. દા.ત. "વિભાગીય ફાયર અધિકારી તરીકેની અરજી"

૫. વય મર્યાદા સરકારશ્રીના નિતિ નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર થશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે નિયત શૈક્ષણિક લાયકાત જરૂરી તથા વય મર્યાદા ધરાવતા હોવા જોઇએ.

૬. દરેક જગ્યા માટે ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે. અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી કરવામાં આવે તો આખરી અરજી માન્ય રાખવામાં આવશે.

૭. એક જ અરજી પત્રકમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.

૮. અરજી પત્રક તળાજા નગરપાલિકાની મહેકમ શાખામાંથી રૂબરૂ અથવા https://enagar.gujarat.gov.In ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

૯. અધુરી ફી, સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અને આ અંગે કોઇ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. ૧૦. આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરાર કરવાની કે સંપુર્ણ અથવા અંશત: રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાનો સંપુર્ણ અબાધિત હકક/ અધિકાર નગરપાલિકાને રહેશે. નગરપાલિકા આ બાબતે કોઇ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. જગ્યાઓની સંખ્યા અંદાજીત છે. જે ફેરફારને પાત્ર રહેશે.

૧૧. અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યા ઉપર અરજી કરે છે તો અનામતના કોઇ લાભ મળવાપાત્ર રહેશે નહી અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકેની શરતો લાગુ પડશે.

૧૨. સરકારશ્રીની નિતી અનુસાર વર્ગ-૩) સંવર્ગના કર્મચારીઓની પ્રથમ નિમણુંક પ(પાંચ) વર્ષના ફીકસ પગારથી કરવામાં આવશે વર્ગ-(3) સંવર્ગના કર્મચારીઓનો કરારીય સમયગાળો પુર્ણ થયેથી તેઓને નગરપાલિકાના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર પગાર-ભથ્થા મળવાપાત્ર થશે.

૧૩. માન્યતા પ્રાપ્ત અરજીઓ મુજબના ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચાસણી અને શારીરિક કસોટીમાં જે ઉમેદવાર ઉર્તિણ થશે તેઓની જ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને નિમણૂંક માટે માત્ર લેખિત પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે.

૧૪. ભરતી અંગેની માહિતી તળાજા નગરપાલિકાના નોટીસ બોર્ડ ઉપર તથા તળાજા નગરપાલિકાની વેબસાઇટ https://enagar.gujarat.gov.in પરથી મેળવી શકાશે.

૧૫. જાહેરાતમાં આપેલ ફોર્મ નમુનારૂપે આપવામાં આવેલ છે. તેમાં બિડાણ કરવાના જરૂરી ડોકયુમેન્ટની વિગત ડીટેઇલ જાહેરાતમાંથી મેળવી લેવા વિનંતી.

૧૬. સદરહુ ભરતી અગાઉ કરવામાં આવેલી. ભરતીની ખાલી જગ્યાઓ માટે માન્ય રહેશે. આ અંગે કોઇપણ પ્રકારની સ્પટતા માટે નગરપાલિકાની મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.


નિયત શૈક્ષણિક લાયકાત, ટેકનીકલ લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં R.P.A.D./ સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે તળાજા નગરપાલિકા કચેરીની મહેકમ શાખામાં સંપર્ક કરવાનો રહેશે


Official Notification & Application Formhttps://enagar.gujarat.gov.in/DIGIGOV/FireRecruitmentForm.jsp


More Information :






 
Top