Gujarat Vanrakshak CBRT Examination Marks Publish Link | gsssb.gujarat.gov.in | Protest by GSSSB Forest Bitguard candidates to cancel CBRT Examination method
આઠ લાખ અરજી પૈકી ચાર લાખ ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા
CBRT પદ્ધતિ રદ કરવા ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષામાં કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ (સીબીઆરટી) રદ કરવાની માગણી સાથે બીટગાર્ડની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, આ ઉમેદવારોએ પરીક્ષા પછી માર્કસ નહીં સીધા નામ જાહેર થતાં અને ઓછા માર્ક્સવાળા મેરીટમાં આવ્યા હોવાથી મહેનતું ઉમેદવારો નિરાશ થયાં છે.
પરીક્ષા બાદ માર્કસ નહીં સીધા નામ જાહેર કરવાથી હોબાળો, ઓછા માર્ક્સવાળા મેરિટમાં આવતાં મહેતન કરી છે તેવા યુવાનો નિરાશ
પાટનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા આ ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ પરીક્ષાની જગ્યાએ ફિઝીકલ પરીક્ષા લેવાની રજૂઆત કરી છે અને પરીક્ષાના નામ સામે માર્ક્સ જાહેર કરવાની માગણી કરી છે. એટલું જ નહીં, ફોરેસ્ટ વિભાગની બેઠકમાં વધારો સાથે રાજ્યમાં પોલીસ ભરતી અને જીપીએસસીમાં જે રીતે પરીક્ષા લેવાય છે તેવી રીતે આ પરીક્ષા લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીટગાર્ડની ૮૨૩ બેઠકો માટે બહાર પાડવામાં આવેલી ભરતીમાં આઠ લાખ અરજીઓ આવી હતી જે પૈકી ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થતાં આ પરીક્ષાના પરિણામ પછી વિવાદ ઉભો થયો છે.ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે નોર્મલાઇઝેશન કર્યા પછી પ્રત્યેક ઉમેદવારને માર્ક્સ જાહેર થવા જોઇએ.
ટીસીએસ કંપનીને સીબીઆરટીનો કોન્ટ્રક્ટ આપ્યો છે
આ પરીક્ષા પદ્ધતિમાં અમને વિશ્વાસ નથી. બે વર્ષની તૈયારી કરી રહ્યાં હતા. અમારી પાસે આ છેલ્લી તક હતી. આ ઉમેદવારો પોતાના ભાવિ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
ઉમેદવારોની મુખ્ય માગણીઓ...
- ભરતીમાં અન્યાયકર્તા CBRT પદ્ધતિ દૂર કરવી
- નોર્મલાઇઝેશન સિસ્ટમમાં છોડી માર્ક્સ જાહેર કરવા
- બીટગાલગૂની ભરતીમાં ખાલી જગ્યાનો વધારો
- અમે ભીખ નહીં હક્ક માગીએ છીએ
- પરીક્ષાનું પરફેક્ટ પરિણામ આવ્યું નથી
- મહેનતું ઉમેદવારોને અન્યાય થયો છે
- અમારી બે વર્ષની મહેતન એળે જઇ રહી છે
૯મી એ ૧૨ વાગ્યે ઉમેદવારો માર્ક્સ જોઇ શકશે...
ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચેરમેન હસમુખ પટેલનુ નામ નથી, જેમાં જણાવાયું છે કે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની જાહેરાતમાં ફોરેસ્ટ ગાર્ડની ૮૨૩ જગ્યાઓ ભરવા માટે સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો નોર્મલાઇઝ્ડ માર્કસ લિંકના માધ્યમથી જોઇ શકે તે માટે ૯મી ઓગષ્ટે બપોરે ૧૨ કલાકે મંડળની વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામં આવશે. આવો આદેશ સહી વિના ૩જી ઓગષ્ટે જાહેર કરવામાં આવેલો છે.
Official Website (CBRT Marks) : https://gsssb.gujarat.gov.in/Index
More Information :