District Health Society Botad Recruitment / Bharti 2024 For Various Posts | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ માટે કરાર આધારિત ભરતી | arogyasathi.gujarat.gov.in

District Health Society Botad Recruitment / Bharti 2024 For Various Posts | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ માટે કરાર આધારિત ભરતી | arogyasathi.gujarat.gov.in 


ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત


ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, બોટાદ દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે NUHM / GUHP અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે નિમણુક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. 


જગ્યાનું નામ : મીડવાઈફરી 24x7 UPHC 

કુલ જગ્યા : 04 જગ્યા

શૈક્ષણિક લાયકાત : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેઝીક બી.એસ.સી.(નર્સિંગ) અથવા પોસ્ટ બેઝીક બી.એસ.સી.(નર્સિંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરીના કોર્ષની સાથે પોસ્ટ બેઝીક ડીપ્લોમાં ઇન નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફીનો કોર્ષ કરેલ હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવુ જોઈએ. 

માસિક મહેનતાણું : ૩૦,૦૦૦/- 

વય મર્યાદા : ૪૦ વર્ષ 


જગ્યાનું નામ : જુ.ફાર્માસિસ્ટ (NUHM)

કુલ જગ્યા : 01 જગ્યા

શૈક્ષણિક લાયકાત : માન્ય યુનીવર્સીટીમાંથી ફાર્મસી / ડીપ્લોમાં ફાર્મસીની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. 

માસિક મહેનતાણું : ૧૬,૦૦૦/-

વય મર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : જુ.ફાર્માસિસ્ટ (GUHP) 

કુલ જગ્યા : 01 જગ્યા

શૈક્ષણિક લાયકાત : માન્ય યુનીવર્સીટીમાંથી ફાર્મસી / ડીપ્લોમાં ફાર્મસીની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. 

માસિક મહેનતાણું : ૧૧,૦૦૦/-

વય મર્યાદા : ૪૦ વર્ષ


જગ્યાનું નામ : ફી.હે.વ. (NUHM)

કુલ જગ્યા : ૦૪ જગ્યા

શૈક્ષણિક લાયકાત : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ/એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.બેઝીક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ફક્ત મહિલા ઉમેદવાર અરજી કરી શકશે. 

માસિક મહેનતાણું : ૧૫,૦૦૦/-

વય મર્યાદા : ૪૦ વર્ષ


અગત્યની સૂચનાઓ :-

  • ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે.સાદી ટપાલ/કુરિયર/સ્પીડપોસ્ટ/ આર.પી.એ.ડી./રૂબરૂથી કરેલ અરજી રદ ગણવામાં આવશે.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  • અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ- મેઈલ આઈ.ડી. ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ લખવાનું રહેશે.
  • ઉપરોક્ત મળેલ નિયુક્તિ તદન હંગામી ધોરણે તથા કરાર આધારિત જ હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહિ. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારોને લાગુ પડશે.
  • ઉક્ત જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક્ક/અધિકાર નીચે સહી કરનાર અધિકારીશ્રીના અબાધિત રહેશે.


ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તા : ૦૧/૦૮/૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા:૦૭/૦૮/૨૦૨૪ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૭માં) ઓનલાઈન અરજી કરવાની રહેશે.


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgP1rlSwXDpBMB_y68ErWWS9XoN_IOEVCKJJp5PFBOqOTGmIUhj74ovgXrZ2FBSmio61fzc7paUuoq0uamIF8wg17jWwr6g_KJQT9HjFhNa7iFoD8Ylj3dPq6Gi21g9eHKEBGifhLRgGB1_F2y_LWjgBY3aY4U3kVM62hhAr7ZzTBPg3O7QC5ME5M_9j4g/s1718/botad-page-001.jpg


Apply Onlinehttps://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx



More Information :