Selected Candidates List / Call Letter Download For Vadodara Municipal Corporation (VMC) Public Health Worker (PHW) and Field Worker (FW - Male) Recruitment / Bharti 2024 | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
આરોગ્ય વિભાગ
મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન-૨૦૨૪
www.vmc.gov.in
પબ્લિક હેલ્થ વર્કર (PHW) તથા ફિલ્ડ વર્કર (FW - પુરૂષ) ની કરાર આધારિત ઉમેદવારો મેળવવા સંદર્ભમાં સુચના
વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ હસ્તક વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની ક્ષેત્રીય કામગીરી માટે પબ્લીક હેલ્થ વર્કર (PHW) અને ફિલ્ડવર્કર (FW) (પુ.)ની ૧૧ માસના કરાર આધારીત તદન હંગામી ધોરણે ઉમેદવારો મેળવવા અંગે પી.આર.ઓ.નં. ૧૦૮૫ ૨૩-૨૪ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાતના સંદર્ભમાં પસંદગી પામેલ ઉમેદવારોની ચોથી પસંદગી યાદી તથા તેઓના નિમણુંકના હુકમ www.vmc.gov.in વેબસાઇટ ઉપર તા.૦૭/૦૮/૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મુકવામાં આવશે.
આ યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોએ પોતાના નિમણુંકના હુકમ જાતે ડાઉનલોડ કરી તા.૦૯/૦૮/૨૦૨૪ થી તા.૧૬/૦૮/૨૦૨૪ સુધીમાં (રજાના દિવસ સિવાય) કચેરી સમય દરમ્યાન તેઓને યાદીમાં ફાળવવામાં આવેલ જે તે ઝોનની કચેરી ખાતે બાયોલોજીસ્ટશ્રી સમક્ષ હાજર થવાનું રહેશે.
પસંદગી પામેલ ઉમેદવારોને અલગથી કોઇ જાણ કરવામાં આવશે નહી. આ માટેની જરૂરી માહિતી શરતો વડોદરા મહાનગરપાલિકાની ઉપર જણાવેલ વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે .
તા.૧૬/૦૮/૨૦૨૪ સુધીમાં હાજર ન થનાર ઇસમોના નામ પસંદગી યાદીમાંથી રદ્દ કરી પ્રતિક્ષાયાદીમાંથી અન્ય ઇસમની જે તે જગ્યાએ તૂર્ત નિમણુંક આપવામાં આવશે. આ બાબતે કોઇપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની સબંધકર્તા તમામે ખાસ નોંધ લેવી.
Call Letter Download & Candidates Selection list : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
More Information :