Gujarat Police Bharti 2024 August Reopen | LRD Constable & PSI Update | Gujarat 12472 Police Recruitment 2024 Notification | OJAS
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નંબરઃગ-૧૨, સરિતા ઉધાનની નજીક,
સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક : GPRB/202324/1 અન્વયેની સુચનાઓ
(ભાગ-૨)
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ તે અનુસંધાને તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી OJAS ની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવેલ.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમ્યાન જે કોઇ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકયા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સુચના મુજબ ઓનલાઇન અરજી OJAS ની વેબસાઇટ ઉપર કરી શકે છે.
જગ્યાનું નામ અને જગ્યાઓ :
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) : ૩૧૬ જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) : ૧૫૬ જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) : ૪૪૨૨ જગ્યાઓ
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) : ૨૧૭૮ જગ્યાઓ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) : ૨૨૧૨ જગ્યાઓ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) : ૧૦૯૦ જગ્યાઓ
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) : ૧૦૦૦ જગ્યાઓ
- જેલ સિપોઇ (પુરૂષ) : ૧૦૧૩ જગ્યાઓ
- જેલ સિપોઇ (મહિલા) : ૮૫ જગ્યાઓ
કુલ : ૧૨૪૭૨
:: સુચનાઓ ::
(૧) ઓનલાઇન અરજીઓ તા.૨૬/૦૮/૨૦૨૪ (બપોરના કલાકઃ ૧૪.૦૦) થી તા.૦૯/૦૯/૨૦૨૪ (રાત્રિના કલાકઃ ૧૧.૫૯) સુધી OJASની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે.
(૨) તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી.
(3) કોઇપણ ઉમેદવાર કોઇપણ કારણસર તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે. જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં. જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તેની તે સંવર્ગની તમામ અરજી રદ થવા પાત્ર થશે.
(૪) તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન જે કોઇ ઉમેદવારે કોઇપણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે અરજી કરવા માંગે છે અને તે માટે લયકાત ધરાવે છે, તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે અરજી કરી શકશે.
(૫) તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા તા.૦૯/૦૯/૨૦૨૪ નારોજની સ્થિતીએ ગણવાની રહેશે. તેમજ શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC “” પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી) નું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇશ્યુ થયેલા હોવા જોઇએ.
(એ) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઇસ્યુ થયેલ હોવું જોઇએ. આ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે રજુ કરવાનું રહેશે. અન્યથા અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
(બી) આર્થિક રીતે નબળા વર્ગ (EWS) નું પાત્રતા પ્રમાણપત્ર ધરાવાતા ઉમેદવારનું પ્રમાણપત્ર તા.૧૦/૦૯/૨૦૨૧ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઇસ્યુ થયેલ હોવુ જોઇએ. આ પાત્રતા પ્રમાણપત્ર આ સમયગાળા દરમ્યાન ઇશ્યુ થયેલ હશે તો જ માન્ય રાખવામાં આવશે.
(સી) જે ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન, અરજી કન્ફર્મ કરેલ છે અને તે સમયે NCC “C” પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી) નું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાથી અરજીની વિગતોમાં ભરી શકયા નથી. તેવા ઉમેદવારે બીજી અરજી કરવાની નથી આવા ઉમેદવારોના જણાવેલ પ્રમાણપત્રો તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇશ્યુ થયેલા હશે તેવા ઉમેદવારોએ શારીરીક કસોટી ઉતીર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી આપવાની રહેશે અને માન્ય પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારોને તેનો લાભ મળવાપાત્ર રહેશે.
(૬) જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (EWS, Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી.)
અરજીનો પ્રકાર & ફી ની રકમ :
1. PSI Cadre - Rs. 100 Rupees
2. Lokrakshak Cadre - Rs. 100 Rupees
3. Both (PSI+LRD) - Rs. 200 Rupees
નોંધ : ફી ફકત ઓનલાઇન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફીસ કે બેન્કમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં.
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા.૧૩/૦૯/૨૦૨૪ (કલાકઃ૨૩.૫૯ સુધી) છે. ઉપરોકત સુચનાઓ સિવાય ભરતી બોર્ડની https://lrdgujarat2021.in વેબસાઇટ પર ઉપલબ્ધ તા.૦૧/૦૪/૨૦૨૪ ની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગે સુચનાઓ” માં આપેલ વિગતવારની સુચનાઓ વાંચી લેવાની રહેશે અને તે બંધનકર્તા રહેશે.
Official Notification : https://lrdgujarat2021.in/Downloads%2FAdvertisement_PART_2_Online_Dt_23082024.pdf
Apply Online : https://ojas.gujarat.gov.in/
Old Notification : https://lrdgujarat2021.in/Downloads%2FGPRB_Details_Advertisement.pdf
More Information :