GSRTC Apprentice Recruitment / Bharti 2024 | GSRTC Ahmedabad Apprentice Bharti 2024 | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ એપ્રેન્ટીસની ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ એપ્રેન્ટીસની ભરતી બાબત
અમદાવાદ વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક-ડી, ટર્મીનલ બસ પોર્ટ-૧, હબ ટાઉન, ગીતા મંદિર, અમદાવાદ - ૩૮૦૦૨૨ (ઈ-મેઈલ - admabd8812@gmail.com)
ગુ.રા.મા.વા.વ્ય નિગમના અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસ૨ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ (I.T.I) બોડી ફીટર, એમ.એમ.વી, ડીઝલ મીકેનીક, ઈલેક્ટ્રિશિયન વેલ્ડર, વાયરમેન, ફિટર ટ્રેડ તથા કોપા એપ્રેન્ટીસ (કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) D.T.P.O. કમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ-૧૨ પાસ I.T.I અથવા ધોરણ-૧૨ પાસ ફ્રેશર એપ્રેન્ટીસ ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસ.ટી.વિભગીય કચેરી - વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ-અમદાવાદ રહેશે.
જગ્યાનું નામ : એપ્રેન્ટીસ
ટ્રેડનું નામ :
બોડી ફીટર, એમ.એમ.વી, ડીઝલ મીકેનીક, ઈલેક્ટ્રિશિયન વેલ્ડર, વાયરમેન, ફિટર ટ્રેડ તથા કોપા એપ્રેન્ટીસ (કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) D.T.P.O.કમ્પ્યુટર ઓપરેટર
લાયકાત :
- ધોરણ ૧૦ પાસ + I.T.I
- ધોરણ ૧૨ પાસ + I.T.I
- ધોરણ-૧૨ પાસ ફ્રેશર એપ્રેન્ટીસ ઉમેદવારો
ઉંમર : ૧૮ વર્ષ કરતા વધુ
તાલીમનું સ્થળ : એપ્રેન્ટીસ ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસ.ટી.વિભગીય કચેરી - વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ-અમદાવાદ રહેશે.
અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : એસ.ટી વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક-ડી, હબ ટાઉન, બસ પોર્ટ ટર્મીનલ-૧, ગીતામંદિર, અમદાવાદ-૩૮૦૦૨૨ વહીવટી શાખા ખાતે
અગત્યની તારીખો : તા. ૨૫/૦૯/૨૦૨૪ થી તા. ૦૭/૧૦/૨૦૨૪ના રોજ ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી
અરજી કેવી રીતે કરવી ?
આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉ૫૨ ૨જીસ્ટ્રેશન કરીતેની હાર્ડ કોપી એસ.ટી વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તા. ૨૫/૦૯/૨૦૨૪ થી તા. ૦૭/૧૦/૨૦૨૪ના રોજ ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી ફરજના સમય દરમ્યાન જાહેર રજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક ઉપરોક્ત સમયગાળા દરમ્યાન જમાં કરાવવાનું રહેશે.
વિભાગીય નિયામક એસ.ટી.અમદાવાદ
Official Notification & Online Registration : https://allhitdeals-net.blogspot.com/2024/09/gsrtc-apprentice-recruitment-bharti_26.html
ઓનલાઈન રજીસ્ટ્રેશન : https://www.apprenticeshipindia.gov.in/
More Information :