Navsari Vijalpore Nagarpalika Bharti 2024 | Navsari Vijalpore Municipality Safai Kamdar Recruitment 2024

Navsari Vijalpore Nagarpalika Bharti 2024 | Navsari Vijalpore Municipality Safai Kamdar Recruitment 2024


નવસારી વિજલપોર નગરપાલિકા ભરતી જાહેરાત

નવસારી વિજલપોર નગરપાલિકાના મંજુર થયેલ મહેકમ પૈકી સફાઈ કામદારોની ખાલી પડેલ ૯૪ જગ્યાઓ ભરવા કામે પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત ઝોનના હુકમ નંબર પ્રાકન/મકમ-૧ નવસારી સફાઈ કામદાર વશી ૨૦૨૩ તા.૨૪-૦૮-૨૦૨૩ થી મંજુરી મળેલ છે. જે અન્વયે સફાઈ કામદારની ૯૪ જગ્યાઓ માટે જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવે છે. 


જગ્યાઓ માટે વિગતવાર માહિતી : 

જગ્યાનું નામ : સફાઈ કામદારો

જગ્યાની સંખ્યા : ૯૪ જગ્યા

શૈક્ષણિક લાયકાત : લખતા વાંચતા આવડે તે જરૂરી

માસીક મહેનતાણું : Rs. 21,100/- Per Month

વય મર્યાદા : 18 થી 33 વર્ષ સુધી

  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે


(1) અરજી પત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા મહેકમ શાખા / ઈ-નગર પોર્ટલ (https://enagar.gujarat.gov.in) અને નવસારી વિજલપોર નગરપાલિકાની વેબસાઈટ (https:// www.navsarivijalporemunicipality.in) પરથી ઉપલબ્ધ થશે અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. 

(2) નિયત નમૂનાનું અરજી ફોર્મ જરૂરી વિગતો અને દસ્તાવેજી પુરાવાઓ સાથે RPAD સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દીન-૩૦માં અરજી ચીફ ઓફિસરશ્રી, નવસારી વિજલપોર નગરપાલિકા, સરદાર પટેલ ભવન, દુધિયા તળાવ, નવસારી જી.નવસારી-૩૯૬ ૪૪૫ ને મળે તે રીતે મોકલવાની રહેશે. 

(3) અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ-૧, શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, શૈક્ષણિક લાયકાતનો સ્વપ્રમાણિત નકલ સામેલ કરવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીઓનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

(4) ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બિન અનામત ઉમેદવારે ફી પેટે રૂ.૩૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફિસરશ્રી, નવસારી- વિજલપોર નગરપાલિકા, નવસારી ના નામથી મોકલવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારે કોઈપણ ફી ભરવાની રહેશે નહીં.

(5) સદરહું ભરતી નવસારી વિજલપોર નગરપાલિકાના મંજુર થયેલ ભરતી બઢતીનાં નિયમોને આધીન રહેશે. તથા ઉક્ત વિગતે અબાધિત અધિકાર નવસારી વિજલપોર નગરપાલિકાનો રહેશે.

(6) જો ઉમેદવાર વિકલાંગ હોય તો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે

(7) આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત હક્ક/અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.

(8) અરજીનો નમૂનો નવસારી-વિજલપોર નગરપાલિકાના કચેરી અધીક્ષક પાસે તથા જન-સુવિધા કેન્દ્રમાંથી લેવાના રહેશે.

(9) સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ માન્ય નોન ક્રીમીલીયર સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે.

(10) અધુર કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં


Official Notification & Application Form Downloadhttps://www.navsarivijalporemunicipality.in/wp-content/uploads/2024/09/SAFAI-KAMDAR-JAHERAT-AND-ARJI-FORM.pdf


More Information :