Urban Health Center Ahmedabad Recruitment / Bharti 2024 | અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ જીલ્લા ભરતી 2024

Urban Health Center Ahmedabad Recruitment / Bharti 2024 | અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ જીલ્લા ભરતી 2024


ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, જિલ્લા પંચાયત, અમદાવાદ

વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસ માટે કરારાધીન માસિક ફિકસ વેતનથી ભરવા માટે ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ, ૭મો માળ, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ ખાતે અરજીઓ મંગાવવામાં આવે છે. નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાત-અનુભવના પ્રમાણપત્રો ની પ્રમાણીત નકલો સાથે માત્ર સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. દ્વારા જ અરજીઓ મોકલવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ૯/૦૯/૨૦૨૪ સાંજના ૫.૦૦ કલાક રહેશે ત્યાર બાદ આવેલ અરજીઓ રદ ગણાશે. સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. સિવાય અન્ય કોઇ પણ રીતે આવેલ અરજીઓ રદ ગણાશે.


જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા : 

1. પબ્લિક હેલ્થ નર્સ (પી.એચ.એન) - ૨ જગ્યા

2. ફિમેલ હેલ્થ વર્કર - ૩ જગ્યા

3. સેનેટરી ઇન્સ્પેક્ટર - ૧ જગ્યા


વિગતવાર માહિતી :

જગ્યાનું નામ : પબ્લિક હેલ્થ નર્સ - પી.એચ.એન (માત્ર સ્ત્રી ઉમેદવાર)

જગ્યાની સંખ્યા : ૨ જગ્યા

  • ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી FHW અથવા ANM કોર્સ કરેલ હોવો જોઇએ તથા ૩ વર્ષ નો આરોગ્ય ક્ષેત્રનો અનુભવ અથવા
  • ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી બેઝીક બી.એસ.સી. (નર્સીંગ) ની ડીગ્રી તથા ૧ વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઇએ અથવા
  • ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સીંગ એન્ડ મિડવાઇફરી ની ડીગ્રી તથા ૨ વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઇએ. 
  • ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ.
  • કોમ્પ્યુટર નુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

માસિક મહેનતાણું : Rs. 11,500/- Per Month

વય મર્યાદા : ૫૮ વર્ષ થી વધુ નહિ. 

નિમણુંકનું સ્થળ : UHC ધંધુકા & UHC બાવળા


જગ્યાનું નામ : ફિમેલ હેલ્થ વર્કર (માત્ર સ્ત્રી ઉમેદવાર)

જગ્યાની સંખ્યા : ૩ જગ્યા

  • ભારતીય નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી FHW અથવા ANM કોર્સ કરેલ હોવો જોઇએ.
  • જનરલ નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ.
  • કોમ્પ્યુટર નુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

માસિક મહેનતાણું : Rs. 11,000/- Per Month

વય મર્યાદા :  ૪૫ વર્ષ થી વધુ નહિ.

નિમણુંકનું સ્થળ : UHC ધંધુકા & UHC બાવળા


જગ્યાનું નામ : સેનેટરી ઇન્સ્પેક્ટર

જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

  • ઉમેદવારે ૧૨ ધોરણ પાસ તથા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી SI અથવા MPHW કોર્સ કરેલ હોવો જોઇએ.
  • બેઝીક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફિકેટ ધરાવતો હોવો જોઇએ.

માસિક મહેનતાણું :  Rs. 8,000/- Per Month

વય મર્યાદા :  ૪૫ વર્ષ થી વધુ નહિ.

નિમણુંકનું સ્થળ : UHC ધંધુકા 


ભરતી માટેની સૂચના :

ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાત-અનુભવના પ્રમાણપત્રો ની પ્રમાણીત નકલો સાથે માત્ર સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. દ્વારા જ અરજીઓ મોકલવાની રહેશે. 

અરજી કરવાની અંતિમ તારીખ ૯/૦૯/૨૦૨૪ સાંજના ૫.૦૦ કલાક રહેશે ત્યાર બાદ આવેલ અરજીઓ રદ ગણાશે. 

સ્પીડ-પોસ્ટ અથવા આર.પી.એ.ડી. સિવાય અન્ય કોઇ પણ રીતે આવેલ અરજીઓ રદ ગણાશે.

અરજી મોકલવાનું સરનામું : ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ, ૭મો માળ, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ


Official Notificationhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEitnh5FKs8vug_59Wa6GmK7oUKH0h6BgA_plCCDdyetnjyVwNBdsP2l0Y6dFxxSBqv650BzISHsitVUemmlCVJYU1OqWhcyqR4emd7JQ3TNbNC4jQBvTJ6Ak9hzAirpHDlcV0Oh5pyU7R4ygNXHf3bWdExDTn93vXq_P6cqyypqqs72iJBPDMZfB2mzuWE/s1152/1725598655449.jpeg


More Information :