Call Letter Download For ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) Surveyor / Machine overshear / Work Assistant Exam 2024 | ojas.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જા.ક્ર. ૨૧૬, ૨૧૭ તથા ૨૨૨/૨૦૨૩૨૪ ના ઉમેદવારોએ
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત
મંડળ દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની (૧) જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪-સર્વેયર, (૨) ૨૨૨/૨૦૨૩૨૪-મશીન ઓવરશીયર અને (૩) ૨૧૭/૨૦૨૩૨૪ -વર્ક આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગોની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ ? અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ? તેમજ “પરીક્ષા આપવા માટેની સંમતિ” Online રજૂ કરેલ છે કે કેમ? ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT (Computer Based Recruitment Test) નીચે દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.
Advt. No. & Post Name :
- 211/202324 - Surveyor
- 222/202324 - Machine overshear
- 217/202324 - Work Assistant
Exam Date : 10/03/2024
મંડળ દ્વારા યોજાનાર MCQ-CBRT (Computer Based Recruitment Test) માં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે ખરા જવાબ ને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્કસ (નેગેટીવ માર્કસ) કાપવામાં આવશે. ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈપણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તેવા કિસ્સામાં 1/4 માર્કસની કપાત કરવામાં આવશે નહિં.
ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા.૨૯/૦૨/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના ૧૫ મિનિટ પહેલાં સુધી ડાઉનલોડ કરી શકશે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
ઉમેદવારોએ MCQ-CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
How to Download Call Letter :
પ્રવેશપત્ર “ON LINE “ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં
(૧) “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું.
(૨) MCQ-CBRT પધ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ “ Call Letter” પર “Click” કરવું.
(૩) ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઈપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે.)
ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઈ તે અચૂક વાંચવા જણાવવામાં આવે છે. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યક્તા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઈન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
મંડળની જા.ક્ર.૨૨૨/ર૦૨૩૨૪-મશીન ઓવરશીયરના ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=FwWzJ04kdsSSFCKFz%E2%9C%A4JO4yixXQ%E2%9C%BF95NFnEAaFG7IrpirehECfKvnHa74pbVFVtNPaVQPpn5TpTeMEc9gYxrDLl1fPPDwU1TZd%E2%9C%A4MJ3deU7t7hxAvU7KEXdkkf5yadPiGNlBtJDkO2z2MSfVcc7sTHSXg%E2%99%AC%E2%99%AC
મંડળની જા.ક્ર.૨૧૭/ર૦૨૩૨૪ -વર્ક આસીસ્ટન્ટના ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=FwWzJ04kdsSSFCKFz%E2%9C%A4JO4yixXQ%E2%9C%BF95NFnEAaFG7IrpirehECfKvnHa74pbVFVtNPaVQPpn5TpTeMEc9gYxrDLl1fPPDwU1TZd%E2%9C%A4MJ3deU7t7hxAvU7KEXdkkf5yadPiGNlBtJDkO2z2MSfVcc7sTHSXg%E2%99%AC%E2%99%AC
મંડળની જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪-સર્વેયરના ઉમેદવારોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=FwWzJ04kdsSSFCKFz%E2%9C%A4JO4yixXQ%E2%9C%BF95NFnEAaFG7IrpirehECfKvnHa74pbVFVtNPaVQPpn5TpTeMEc9gYxrDLl1fPPDwU1TZd%E2%9C%A4MJ3deU7t7hxAvU7KEXdkkf5yadPiGNlBtJDkO2z2MSfVcc7sTHSXg%E2%99%AC%E2%99%AC
Call Letter Download : https://ojas.gujarat.gov.in/
Official Website : https://gsssb.gujarat.gov.in/News/Index
Syllabus Download (અભ્યાસક્રમ) :
More Information :