રાજપીપલા નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી

 Rajpipla Municipality City Manager Recruitment 2024 | રાજપીપલા નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી


રાજપીપલા નગરપાલિકા બીજો પ્રયત્ન-વોક ઇન ઇન્ટરવ્યુ

આથી રાજપીપલા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત કરવામાં આવે છે.


જગ્યાનું નામ & સંખ્યા / માસિક ફિક્સ પગાર :

  1. સિટી મેનેજર (SWM) - ૧ જગ્યા  / ૩૦,૦૦૦/-
  2. સિટી મેનેજર (MIS/IT) - ૧ જગ્યા  / ૨૫,૦૦૦/-


શૈક્ષણિક લાયકાત અનુભવ

1. સિટી મેનેજર (SWM) 

B.E / B.Tech-Environment / B.E. B, Tech- Civil / M.E/M.tech- Environment / M.E / M.tech- Civil

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)

2. સિટી મેનેજર (MIS/IT)

B.E / B.Tech-IT / ME. / M.Tech- IT / B.C.A. / B.sc IT / M.C.A / B.sc IT

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


૧. ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૬/૦૨/૨૦૨૪ના રોજ રાજપીપલા નગરપાલિકા કચેરી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ડોક્યુમેન્ટો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું.

૨. નગરપાલિકા કક્ષાનું સ્વચ્છ ભારત મિશન અર્બનનું મહેકમ મિશનનો સમયગાળો ૨જી ઓકટોબર ૨૦૨૬ સુધીનું રહેશે ત્યારબાદ આ મહેકમ રદ થઇ જશે.

૩. કર્મચારીઓની ભરતી જાહેરાત દ્વારા ૧૧ માસના કરાર આધારિત અથવા આઉટસોર્સિંગથી કરવાની રહેશે. 

૪. નગરપાલિકા કક્ષાએ ઈન્ટરવ્યુ થયા બાદ જે કર્મચારીશ્રીઓની પસંદગી કરવામાં આવે તેઓના ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકા એ ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવનાં પ્રમાણપત્ર) મોકલવાના રહેશે.અને ઝોનલ કચેરીએ સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવનાં પ્રમાણપત્ર) દ્વારા ચકાસણી થયા બાદ જ કર્મચારીને નિમણુંક આપવાની રહેશે.

૫. કર્મચારીશ્રીઓની નિમણૂંક ઉપરી કચેરીને જાણ કર્યા વગર આપવામાં આવશે તેવા કિસ્સામાં આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અર્બનનો રહેશે.


More Information :