Gandhidham Nagarpalika Recruitment 2024 | ગાંધીધામ નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી

Gandhidham Nagarpalika City Manager Recruitment 2024 | ગાંધીધામ નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી


ગાંધીધામ નગરપાલિકા

કરાર આધારીત ભરતીની નિવિદા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ અંતર્ગતની કામગીરી માટે સીટી મેનેજર (IT), સીટી મેનેજર (SWM) ની જગ્યાની ભરતી માટે મે.મિશન ડાયરેક્ટરશ્રી, સ્વચ્છ મિશન અર્બન-ગુજરાત, ગાંધીનગરના કાર્યાલય આદેશ ક્રમાંક SBM/E-FILE/302/2023/0252/Admin/92 તા.૦૨/૧૧/૨૦૨૩ અન્વયે નીચે મુજબની વિગતે તથા શરતો મુજબ ફક્ત ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે તા.૦૪/૦૩/૨૦૨૪ ના બપોરે ૩.૦૦ કલાકે ગાંધીધામ નગરપાલિકા, પ્લોટ નં.૩૫, સેક્ટર-૯ સી, ગાંધીધામ ખાતે બોલાવવામાં આવે છે.


જગ્યાનું નામ & સંખ્યા / માસિક ફિક્સ પગાર :

  1. સિટી મેનેજર (SWM) - ૧ જગ્યા  / ૩૦,૦૦૦/-
  2. સિટી મેનેજર (MIS/IT) - ૧ જગ્યા  / ૨૫,૦૦૦/-



શૈક્ષણિક લાયકાત અનુભવ

1. સિટી મેનેજર (SWM) 

B.E / B.Tech-Environment / B.E. B, Tech- Civil / M.E/M.tech- Environment / M.E / M.tech- Civil

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


2. સિટી મેનેજર (MIS/IT)

B.E / B.Tech-IT / ME. / M.Tech- IT / B.C.A. / B.sc IT / M.C.A / B.sc IT

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


નોંધઃ ઉપરોક્ત જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વખર્ચ આવવાનું રહેશે તથા લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.


More Information :