Online Registration SEBEXAM Primary Secondary Scholarship Exam 2024 | www.sebexam.org

Online Registration SEBEXAM Primary Secondary Scholarship Exam 2024 | www.sebexam.org


રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪

Primary-Secondary Scholarship Exam-2023-24


શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃક્રમાંકઃએસસીએચ/૧૧૧૬/૫૩૯/૭, તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે,


પરીક્ષાનો કાર્યક્રમ :

૧. જાહેરનામું બહાર પાડ્યાની તારીખ - ૨૭/૦૨/૨૦૨૪

ર. પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો - તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪

3. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો - તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪ 

४. પરીક્ષા તારીખ - ૨૮/૦૪/૨૦૨૪


* ઉમેદવારની લાયકાત :

- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા :

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા :

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

નોંધ - જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.


* અભ્યાસક્રમ (Syllabus) :

- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.

- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.


* માધ્યમ

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.


* પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ : પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા


કસોટી નો પ્રકાર / પ્રશ્નો / ગુણ / સમય :

(૧) ભાષા સામાન્યજ્ઞાન - ૧૦૦ - ૧૦૦ - ૧૮૦ મિનિટ

(૨) ગણિત-વિજ્ઞાન - ૧૦૦ - ૧૦૦ - ૧૮૦ મિનિટ


નોંધ : અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે.


* પરીક્ષા ફી :

પરીક્ષાનુંનામ & પરીક્ષાફી : 

૧ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - રૂ  ૫૦/-

ર માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - રૂ  ૫૦/-


નોંધ : ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે.


સરકારી માધ્યમિક શાળાઓ Dept. of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept. અને Tribal Welfare Department ના ધોરણ-૦૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે. જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ. * 


આવક મર્યાદા : પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.


આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. 


ઉમેદવાર તા.૦૧/૦૩/૨૦૨૪(બપોરના ૧૪.૦૦) થી તા.૧૧/૦૩/૨૦૨૪ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. 


Apply Online : https://www.sebexam.org/


Official Notificationhttps://www.sebexam.org/AdvertiseFiles/2024/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A5%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%20%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%20%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%20%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8%E0%AB%A9-%E0%AB%A8%E0%AB%AA_022024.pdf


More Information :