છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી

 Chotaudepur Municipality City Manager Recruitment 2024 | છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી


છોટાઉદેપુર નગરપાલિકા જી.છોટાઉદેપુર વોક- ઇન - ઇન્ટરવ્યુ

૧૧ - માસના ધોરણે તદ્દન હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત ગાંધીનગરના પત્ર ક્રમાંક : SBM/e- file ૩૦૨/ ૨૦૨૩/ ૦૨૫૨/ Admin/ ૯૨, તા. ૦૨/૧૧/૨૦૨૩ ના પરિપત્ર મુજબ સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત ઉપરોક્ત પરિપત્ર પ્રમાણે નિયત કરેલ પગાર ધોરણ મુજબ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કુલ-૦૨ જગ્યા ઉપર તદ્દન હંગામી ધોરણે ૧૧ - માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણુંક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુંક મેળવવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૯/૦૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ છોટાઉદેપુર નગરપાલિકા કચેરી, છોટાઉદેપુર, તા.જી.છોટાઉદેપુર ખાતે જરૂરી શૈક્ષણિક લાયકાત, નિમણુંક મેળવવા માટેની અરજી સાથે પાસપોર્ટ સાઈઝના ફોટોમાફ તેમજ Re- sume તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે રાખી નીચે જણાવેલ રજીસ્ટ્રેશનના સમય અને સ્થળે વોક- ઇન- ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.


જગ્યાનું નામ & સંખ્યા / માસિક ફિક્સ પગાર :

  1. સિટી મેનેજર (SWM) - ૧ જગ્યા  / ૩૦,૦૦૦/-
  2. સિટી મેનેજર (MIS/IT) - ૧ જગ્યા  / ૨૫,૦૦૦/-



શૈક્ષણિક લાયકાત અનુભવ

1. સિટી મેનેજર (SWM) 

B.E / B.Tech-Environment / B.E. B, Tech- Civil / M.E / M.tech- Environment / M.E / M.tech- Civil

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)

2. સિટી મેનેજર (MIS/IT)

B.E / B.Tech-IT / ME. / M.Tech- IT / B.C.A. / B.sc IT / M.C.A / B.sc IT

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


Interview Date : 29/02/2024

ઇન્ટરવ્યુનું સ્થળઃ -છોટાઉદેપુર નગરપાલિકા કચેરી, ક્ષયર સ્ટેશન પાસે, છોટાઉદેપુર-૩૯૧૧૬૫, સમય:- બપોરે ૧:૦૦ વાગ્યાથી

રજીસ્ટ્રેશનનો સમય :- સવારે ૧૦:૩૦ થી ૧૨.૦૦ કલાક સુધી.

શરતો

(૧) સદર કર્મચારીઓની ભરતી જાહેરાત દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ - માસના કરાર આધારિત ભરવાની રહેશે.

(૨) નિયત રજીસ્ટ્રેશનના સમય બાદ આવેલા ઉમેદવાર તેમજ નિયત ધોરણો, લાયકાત અને માંગ્યા મુજબનું અનુભવ ન ધરાવતા ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.

(૩) નગરપાલિકા કક્ષાએ ઇન્ટરવ્યુ થયા બાદ જે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે તેઓના ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકા કક્ષાએથી ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્રો) મોકલવાના રહેશે તેમજ ઝોનલ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સ ( Resume,એજ્યુકેશન,અનુભવના પ્રમાણપત્રો) ની ચકાસણી થયા બાદ જ કર્મચારીને નિમણુંક આપવાની રહેશે,

(૪) સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનનાં ઘટકોની માર્ગદર્શિકાઓ અને મિશન ડાયરેક્ટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે.

(૫) વયમર્યાદા ગુજરાત સરકારના નીતિ નિયમો મુજબ રહેશે તેમજ અનુભવી ઉમેદવારને સદર જગ્યાની પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે.

(૬) આ જાહેરાત તેમજ સમગ્ર કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગેનો આખરી નિર્ણય અને સત્તા છોટાઉદેપુર નગરપાલિકાને અબાધીત રહેશે.


More Information :