Dr. Ambedkar Antyodaya Vikas Nigam (Scheduled Castes) Scheme | Mal Vahak Vahan Sahay Yojana | Mahila Samriddhi Yojana | https://sje.gujarat.gov.In/gapb

Dr. Ambedkar Antyodaya Vikas Nigam (Scheduled Castes) Scheme | Mal Vahak Vahan Sahay Yojana | Mahila Samriddhi Yojana | https://sje.gujarat.gov.In/gapb


જાહેર ખબર

ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)

બ્લોક નં.૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મયોગી ભવન, સે-૧૦/એ, ગાંધીનગર 

અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય (અતિ પછાત) ના વ્યકિતઓ માટે

અનુસૂચિત જાતિ પૈકી ૧૨ અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડિયા, સેનવા સેનમા શેનવા ચેનવા- રોડમા રાવત, તુરી, ગરો-ગરોડા-ગુ બ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુ જાતિના બાવા, થોરી, તીરગરતીરબંદા, તુરી-બારોટ, માતંગ, વાલ્મીકી(સફાઈ કામદાર સિવાયના)ના વ્યકિતઓને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી નિગમ ધ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


યોજનાનું નામ : પેસેન્જર વાહન / માલવાહક યોજના (થ્રી વ્હીલર)

યુનિટ કોસ્ટ રકમ : રૂ.૨,૫૦,૦૦૦/-


યોજનાનું નામ : મહિલા સમૃધ્ધિ

યુનિટ કોસ્ટ રકમ : રૂ. ૫૦,૦૦૦/-


આ અરજી કરવાની મુદત તા : ૩૦/૧૧/૨૦૨૪ થી તા : ૩૧ /૧૨/૨૦૨૪ સુધીની રહેશે. અરજી નિગમની વેબસાઇટ https://sje.gujarat.gov.In/gapb પર ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતા પહેલા યોજનાની વિગતો શરતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવે છે.


હેલ્પલાઇન નં : ૦૭૯-૨૩૨-૫૧૨૩

નોધ : ફોર્મ ભરતા સમયે પડતી મુશ્કેલીઓ માટે કચેરી સમય દરમ્યાન સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શક્યો.


યોજનાની પાત્રતાની શરતો / ધોરણ નીચે મુજબ રહેશે.

(૧) અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય તિના બેરોજગાર હોવા જોઇએ.(સફાઈ કામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા) 

(૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ।.૩.૦૦ લાખથી વધુ હોવી જોઇએ નહિ. 

(૩) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૫૦ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ. 

(૪) અરજદાર કે તેમના આશ્રિત સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહિ. 

(૫) અરજદાર કે તેમના કુટુંબના આશ્રિત સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય, તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે. 

(૬) થ્રી વ્હીલર ચલાવવાનું માન્ય લાયસન્સ ધરાવતા હોવા જોઇએ. 


Official Website : https://sje.gujarat.gov.in/gapb/



More Information :