Walk in interview For VMC Recruitment / Vacancy 2024 For Lifeguard cum trainer (Female) | www.vmc.gov.in

Walk in interview For Vadodara Municipal Corporation (VMC) Recruitment / Vacancy 2024 For Lifeguard cum trainer (Female) | www.vmc.gov.in 


Vadodara Municipal Corporation (VMC)

વડોદરા મહાનગરપાલિકા 

www.vmc.gov.in

વોક ઇન ઇન્ટરવ્યુ 

(તદ્દન હંગામી ઘોરણે ૦૬ માસ કરાર આધારિત) માત્ર મહિલા ઉમેદવાર માટે


વડોદરા મહાનગરપાલિકાના સ્વીમીંગપુલો માટે લાઇફગાર્ડ કમ ટ્રેનરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૦૬ માસના કરાર આધારીત ભરવાની જરૂરીયાત હોઇ આ બાબતના વોક ઇન ઇન્ટરવ્યૂ, સ્વીમીંગ પ્રેકટીકલ ટેસ્ટ નીચે જણાવેલ સ્થળે રાખવામાં આવેલ છે. ઇચ્છા ધરાવતાં માત્ર મહિલા ઉમેદવારોએ લાયકાત, અનુભવ, ઉંમર તેમજ મૂળ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો, હાલનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તેમજ પ્રેકટીકલ ટેસ્ટ માટે સ્વીમીંગ કોસ્ચ્યુમ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.


જગ્યાનું નામ : લાઇફગાર્ડ કમ ટ્રેનર

  • જગ્યાની સંખ્યા : ૦૩ જગ્યા (મહિલા)
  • પગાર : માસિક ઉચ્ચક રૂ.૧૫,૦૦૦/-

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ : 

એસ.એસ.સી. પાસ હોવા જોઇએ. નિષ્ણાંત તરવૈયા તથા પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવી હોવો જોઇએ. ડુબતા માણસને બચાવવાની તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની ક્રિયાની બધી રીતોનો જાણકાર હોવો જોઈએ.

ઉંમર : તા.૧૮-૧૧-૨૦૨૪ ના રોજ ૩૦ વર્ષથી વધુ નહીં.

ઇન્ટરવ્યુ તારીખ : તા.૧૮-૧૧-૨૦૨૪

ઇન્ટરવ્યુ સમય : ૦૨:૩૦ (બપોરે)

સ્થળ : સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગપુલ અરેના, ચાણકચપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ, વડોદરા-૩૯૦૦૨૪

સદર જગ્યા સંપૂર્ણ પણે ૦૬ માસના કરાર આધારિત કોન્ટ્રાકટ બેઝ ઉપર રહેશે.

આ જાહેરાત પ્રસિધ્ધ થયે ઉપરોક્ત વેબસાઇટ ઉપર જોઇ શકાશે.


Official Website : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx



More Information :