NHM Recruitment / Vacancy 2024 | National Health Mission Bharti 2024 | Arogyasathi Gujarat Bharti 2024 | arogyasathi.gujarat.gov.in

NHM Recruitment / Vacancy 2024 | National Health Mission Bharti 2024 | Arogyasathi Gujarat Bharti 2024 | arogyasathi.gujarat.gov.in


વોક ઇન ઇન્ટરવ્યુ

સિવીલ હોસ્પિટલ નડીયાદ ખાતે ડી. ઈ.આઈ.સી.વિભાગ માટે નીચે મુજબની ખાલી જગ્યા પર NHM અંતર્ગત તદ્દન હંગામી ધો૨ણે ૧૧ માસના કરારથી ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૮/૧૧/૨૦૨૪ થી તા. ૨૫/૧૧/૨૦૨૪ (દીન-૭) સુધીમા આરોગ્ય સાથી પોર્ટલની આપેલ લિંક http:// arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉપરોક્ત પોસ્ટ માટેની જરુરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસીક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


જગ્યાનું નામ : સોશીયલ વર્કર

  • જગ્યાની સંખ્યા : ૦૧
  • માસીક ફીક્સ મહેનતાણું : ૧૮,૦૦૦/-
  • વય મર્યાદા : ૪૦ વર્ષ
  • શૈક્ષણિક લાયકાત : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી MSW/MA સોશીયલ વર્કર અનુસ્નાતકની ડીગ્રી, આર્ટસ સ્નાતકની સાથે ૩ વર્ષનો અનુભવ 


જગ્યાનું નામ : ઓપ્ટોમેટ્રીસ્ટ

  • જગ્યાની સંખ્યા : ૦૧
  • માસીક ફીક્સ મહેનતાણું : ૧૬,૦૦૦/-
  • વય મર્યાદા : ૪૦ વર્ષ
  • શૈક્ષણિક લાયકાત : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી


ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરુરી સુચનાઓ :-

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામા આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ કુરીયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.

(૨) આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH-CANDIDATE REGISTRATION મા સૌપ્રથમ રજીસ્ટ્રેશન PRAVESH->CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.

(૩) સુવાચ્ય ઓરીજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમા અપલોડ કરવાની રહેશે. 

(૪) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે. 

(૫) ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહીં. 

(૬) ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.


Official Website : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :