જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો | અમદાવાદ અને પાટણ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે | Ahmedabad and Patan Rojgar Bharti Medo

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો | અમદાવાદ અને પાટણ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે | Ahmedabad and Patan Bharti Medo


જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ

દ્વારા આયોજિત

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો

પાટણ જિલ્લાના રોજગારવાંચછુ ઉમેદવારો માટે નીચે દર્શાવેલ સ્થળ, તારીખ અને સમયે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન અંતર્ગત ખાનગી ક્ષેત્રના ૨૫ જેટલા નોકરીદાતાઓ હાજર રહી ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઇ સવેતન રોજગારી માટે પસંદગી કરશે.


ભરતી મેળાનું સ્થળ :

ઓડીટોરીયમ હોલ, ગોકુળ ગ્લોબલ

યુનિવર્સિટી, સિધ્ધપુર તા.સિધ્ધપુર જિ.પાટણ


ભરતીમેળા તારીખ : ૧૮/૧૦/૨૦૨૪

સમય : સવારે ૧૦.૦૦  કલાકે


શૈક્ષણિક લાયકાત : SSC/HSC, ITI, DIPLOMA, ડીગ્રી એન્જીનીયર, ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ

ઉમર : નોકરીદાતાની  જરૂરીયાત મુજબ અલગ-અલગ (૧૮ થી ૩૫ વર્ષ )


આ ભરતીમેળામાં ભાગ લેવા માંગતા પાટણ જિલ્લાના ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા ની ત્રણ નકલો, શૈક્ષણિક લાયકાત, અનુભવ,(હોય તો) પ્રમાણપ્રત્રો વગેરે સાથે રાખી ઉપર જણાવેલ સ્થળે સમયે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. આ ભરતીમેળા દરમિયાન પાટણ જિલ્લાના જે રોજગારવાંચ્છુઓએ રોજગાર કચેરી ખાતે નામ નોંધાયેલ ન હોય તેવા ઉમેદવારો પણ હાજર રહી શકશે, તેમની નામ-નોંધણી માટેની સુવિધા સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.


જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમદાવાદ

દ્વારા આયોજિત

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો


રોજગાર કચેરીમાં શુક્રવારે 200 જગ્યા માટે ભરતી મેળો

ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની અમદાવાદની રોજગાર કચેરી ખાતે શુક્રવારે સવારે 11 ક્લાકે રોજગાર મેળો યોજાસે. 200થી વધુ પોસ્ટ માટે વાર્ષિક 3.5 લાખ સુધીની જોબ ઓફર થશે. અમદાવાદની વિવિધ સેક્ટરની કંપનીમાં સેલ્સ- સર્વિસ બેક ઓફિસર, ટેકનિશ્યન, એસોસિએટસ, એક્ઝિક્યુટીવ માર્કેટીંગ, હેલ્પર, વેલ્ડર, ટર્નર, ફીટર, ઈલેકટ્રિકલ, સુપરવાઈઝર સહિતની પોસ્ટ પર નોકરી ઓફર થશે. ધો.9, 10, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા થયેલા ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે હાજર રહેવા જણાવાયું છે.


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/10/ahmedabad-and-patan-rojgar-bharti-medo.html


More Information :