ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર | Gujarat Mahila Vikas Award | Gujarat Women Development Award | wcd.gujarat.gov.in

ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર | Gujarat Mahila Vikas Award | Gujarat Women Development Award | wcd.gujarat.gov.in



WCD Gujarat Government

કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી, (મહિલા કલ્યાણ) 

બ્લોક નં-૨૦, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર 

વર્ષ:- ૨૦૨૪-૨૦૨૫

ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસને લગતી " ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર " માટે શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ સામાજીક કાર્યકરને વર્ષ :- ૨૦૨૪-૨૦૨૫ માટે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવા સારૂ જે તે જિલ્લા ખાતેના મહિલા અને બાળ અધિકારી મારફતે નિયત નમૂનામાં નીચેની શરતોને આધિન અરજીઓ મંગાવવામાં આવે છે.

૧. ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ઇચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ સામાજીક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજીક/આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતી હોય તેવી સ્વૈચ્છિક સંસ્થા તેમજ તેવા મહિલા સામાજિક કાર્યકર પુરસ્કાર મેળવવા માટે આધાર પુરાવા સાથે અરજી કરી શકશે.

૨. કોઈ પણ સ૨કા૨ી અથવા તો અર્ધસરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહીં. ૩. ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને સામાજીક કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે.

૪. પુરસ્કાર માટે પસંદગી પદ્ધતિ/શરતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારની રહેશે.

૫. પુરસ્કાર આપવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી રહેશે.

ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર મેળવવા અંગેનું અરજી પત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ https:// wcd.gujarat.gov.in/applicationform ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ જે તે જિલ્લા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળી શકશે.


Gujarat Mahila Vikas Purshkar Application Form Downloadhttps://wcd.gujarat.gov.in/applicationform


આ નિયત અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજીપૂર્વક વાંચીને નિયત શરતો મુજબ જરૂરી આધાર પુરાવા સહિત અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી તા. ૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં સંબંધકર્તા સ્વૈચ્છિક સંસ્થા અને સામાજીક કાર્યકરએ તેઓના સંબંધિત જિલ્લા ખાતેની https:// wcd.gujarat.gov.in/importantcontact જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં મળે તે રીતે ફરજીયાત આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે. કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર (મહિલા કલ્યાણ)ને બારોબાર મોકલી આપેલ અરજી આપો-આપ ૨૬ ગણાશે.


More Information :