જુનાગઢ મહાનગરપાલિકા સીધી ભરતી અંગેની જાહેરાત ૨૦૨૪ | Junagadh Municipal Corporation (JMC) Direct Recruitment / Bharti / Vacancy 2024 | junagadhmunicipal.org/recruitment
જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ
સીધી ભરતી અંગેની જાહેરાત – ૨૦૨૪
નં.મ.ન.પા.જુ./એડીએમ/મહેકમ/મનપા/ફા.વિ.સીધી-ભરતી/૭૧૮/૨૦૨૪
જુનાગઢ મહાનગરપાલિકાની મંજુર થયેલ સેટઅપ પૈકી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ & ભરવાપાત્ર કુલ જગ્યા :
૧. ચિફ ફાયર ઓફિસર, વર્ગ – ૨ : ૧ જગ્યા
૨. ડિવીઝનલ ફાયર ઓફિસર, વર્ગ-૩ : ૩ જગ્યા
૩. સ્ટેશન ફાયર ઓફિસર, વર્ગ-૩ : ૧૩ જગ્યા
૪. સબ ફાયર ઓફિસર, વર્ગ-૩ : ૧૩ જગ્યા
૫. લીડીંગ ફાયરમેન, વર્ગ-૩ : ૧૨ જગ્યા
૬. ડ્રાઇવર કમ પંપ ઓપરેટર (ફાયર), વર્ગ-૩ : ૪૯ જગ્યા
૭. ફાયરમેન, વર્ગ-૪ : ૮૩ જગ્યા
કુલ - ૧૭૪ જગ્યા
આ માટે ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઇટ પર તા.૨૮/૧૦/૨૦૨૪, ૧૪-૦૦ કલાક થી તા.૧૩/૧૧/૨૦૨૪, સુધી રાત્રીના ૨૩- ૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
શરતો : -
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી મેળવવાની રહેશે.
(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૧૩/૧૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબક્કે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
(૫) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉમરમાં છુટછાટ આપવામાં આવશે.
(૬) સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, E.W.ડ. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
(૭) વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી જાણકારી મેળવી લેવી.
(૮) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.
નોંધ :-
(૧) ઉપરોકત જા.ક્રમાંક: ૧ થી ૩ અને ૫ ની કેડરોમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળવા સરકારશ્રીમાં કરેલ દરખાસ્ત અન્વયે સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણયને આધિન રહીને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવાની રહેશે.
(ર) મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા મનપાજુ/એડીએમ/મહેકમ/સીધી-ભરતી/૯૪૦/૨૦૨૩ તા.૨૧/૧૧/૨૦૨૩ થી ઉકત જા.ક્રમાંકઃ૩,૪,૬ અને ૭ ના ક્રમની કેડરોને સીધી ભરતીથી ભરવા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જે જાહેરાતમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળવા કરેલ દરખાસ્તમાં જે નિર્ણય આવે તે નિર્ણય તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે તેવી શરતે કરવામાં આવેલ હતી. જેમાં દિવ્યાંગતામાંથી મુક્તિ મળેલ ન હોય અને દિવ્યાંગતા નક્કિ કરેલ હોય, જેથી લગત દિવ્યાંગ ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે તે હેતુથી અગાઉ તા.૨૧/૧૧/૨૦૨૩ થી આપેલ જાહેરાતને રદ કરવામાં આવે છે, આ જાહેરાતમાં જે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ અને ફી ભરેલ છે તેવા ઉમેદવારોની ભરેલ ફી પરત કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે ફી પરત મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ લિન્કમાં માહિતી ઓનલાઇન તા.૧૩/૧૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધી ભરવાની રહેશે. લિન્કમાં ભરેલ માહિતીના આધારે જ ઉમેદવારોના ખાતામાં ઓનલાઇન ફી પેટેની રકમ જમા કરવામાં આવશે. લિન્કમાં માહિતી ભરવાની છેલ્લી તારીખ બાદ દિન – ૩૦(ત્રીસ) માં ઉમેદવારોના ખાતામાં ફીની રકમ જમા કરવામાં આવશે.
(૩) તા.૨૩/૧૧/૨૦૨૩ની જાહેરાત અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરેલ છે તેના ફોર્મ રદ કરવામાં આવે છે જેની ઉમેદવારોએ નોંધ લેવી. જયારે આ નવી જાહેરાત માટે તમામ ઉમેદવારો દ્વારા નવેસરથી ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાની રહેશે.
ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેના હેલ્પલાઇન નં.૮૫૯૫૯૦૪૪૦૭
ઇ-મેલ- હેલ્પલાઇન : support@registernow.in, aid.exams@gmail.com રહેશે.
Official Notification : https://junagadhmunicipal.org/wp-content/uploads/2024/10/JuMC-Nivida_2024_3-Fire-Department-1.pdf
Official Website : https://junagadhmunicipal.org/recruitment/
More Information: