Notification For JEE Mains Session-1 exam will be conducted between 22 January to 31 January | Registration process till 22 November, Result on 12 February

Notification For JEE Mains Session-1 exam will be conducted between 22 January to 31 January | Registration process till 22 November, Result on 12 February


JEE Mains-2025 exam schedule has been announced. The JEEMain exam will be held from 22nd to 31st January. The registration-application for JEE Main examination has started from Monday. The online registration process is kept till November 22. While the fee for this exam can be paid through credit card, debit card, net banking, UPI till November 22. The exam result will be declared on February 12.


22 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા, 12 ફેબ્રુઆરીએ રિઝલ્ટ

જેઈઈ મેઇન્સ સેશન-1 એક્ઝામ 22થી 31 જાન્યુઆરી વચ્ચે લેવાશે


જેઈઈ મેઈન્સ-2025 પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જેઈઈમેઈન એક્ઝામ 22મીથી 31 જાન્યુઆરી, દરમિયાન યોજાશે. જેઈઈ મેઇન એક્ઝામિનેશન માટેના રજિસ્ટ્રેશન-એપ્લિકેશનનો સોમવારથી પ્રારંભ કરાયો છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 22 નવેમ્બર સુધીની રાખવામાં આવી છે. જ્યારે આ પરીક્ષા માટેની ફી ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈના માધ્યમથી 22 નવેમ્બર સુધીમાં ભરી શકાશે. એક્ઝામનું રિઝલ્ટ 12 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.

    


સેશન-2 એક્ઝામ1થી8 એપ્રિલ દરમિયાન યોજાશે


જેઈઈ મેઇન્સ 2025 સેશન- 2 એક્ઝામ 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે, જેના માટે 31 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. બીજી તરફ 24 ફેબ્રુઆરી સુધીમાં ફી ભરી શકાશે. જ્યારે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ એક્ઝામના ત્રણ દિવસ પહેલા અપાશે. એક્ઝામ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓની આન્સરશીટ એનટીએની વેબસાઈટ પર મૂકવામાં આવશે. આ એક્ઝામનું રિઝલ્ટ 17 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.



41275 બેઠકો પર પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ લેવાશે

  1. ઇન્સ્ટિટ્યૂટનું નામ & સંખ્યા & બેઠકો : 
  2. એનઆઈટી - 32 - 24229
  3.  આઈઆઈઆઈટી - 26 - 85546 
  4. ગવર્નમેન્ટ ફંડેડ ટેક ઈન્સ્ટિ - 40 - 9400 


સેશન-2 એક્ઝામ માટે 31 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

    

More Information :