આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ૧૯૦૩ સ્ટાફ નર્સની ભરતી કરાશે | Gujarat 1903 Staff Nurse Recruitment / Vacancy / Bharti 2024 (OJAS) | ojas.gujarat.gov.in
આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ૧૯૦૩ સ્ટાફ નર્સની ભરતી કરાશે
- રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સ્ટાફનર્સની ૧૯૦૩ જગ્યાઓ ઉપર સીધી ભરતી જાહેર થઈ છે
- ગુજરાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં સીધી ભરતીથી સ્ટાફ નર્સની નિમણૂક ક૨વા ભરતી કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે.
- એક સાથે ૧૯૦૩ સ્ટાફ નર્સની આ પ્રક્રિયા છથી આઠ મહિનામાં પૂરી કરવામાં આવશે.પાંચમી ઓક્ટોબરથી ઉમેદવારોની ઓનલાઇન અરજી સ્વિકારાશે
આ જગ્યાઓ માટે પમી ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ કરાશે. ઓજસ પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારો અરજી આપી શકશે. નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ-૩ ની કુલ ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં ૧૨૧૦૧ જગ્યાઓ મંજૂર છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.
રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સ્ટાફનર્સની ૧૯૦૩ જગ્યાઓ ઉપર સીધી ભરતી જાહેર થઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેની જાહેરાત કરતા કહ્યુ કે, આ ભરતી હેઠળ પાંચમી ઓક્ટોબર પછી ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજીનો સ્વિકાર કરવામાં આવશે. સમગ્ર ભરતી પ્રક્રિયા છથી આઠ મહિનામાં પૂર્ણ થશે. ઉલ્લેખનિય છે કે, ૧૦ વર્ષે પહેલા સ્ટાફનર્સ વર્ગ-૩ની કુલ ૭,૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઈ હતી. જેમાં સમયાંતરે વધારે કરીને હાલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યાઓ મંજૂર કરાઈ છે.
Official Notification : https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/13858968_Final%20ADVT-2024.pdf
Apply Online : https://ojas.gujarat.gov.in/
More Information :