આણંદ ટ્રાફિક બ્રિગેડ (માનદ્ સેવક) ભરતી ૨૦૨૪ | Anand Traffic Brigade (Traffic Police) Recruitment / Bharti 2024
ટ્રાફિક બ્રિગેડ (માનદ્ સેવક) ભરતી ૨૦૨૪
ટ્રાફિક પોલીસ આણંદ / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ,આણંદ તરફથી (૧૫૦ સભ્યો) ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી,
જગ્યાનું નામ : ટ્રાફિક બ્રિગેડ (માનદ્ સેવક)
કુલ જગ્યાઓ : ૧૫૦ જગ્યાઓ
(૧) ઉંમર : ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધી
(૨) શૈક્ષણીક લાયકાત : ધોરણ ૧૦ પાસ (ઓછામાં ઓછો અભ્યાસ )
(૩) NCC 'c', રાજ્યલેવલના રમતવીર,કોમ્પ્યુટરના જાણકાર સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
(4) અરજી સાથે ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટા,આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ,ઓળખનો પુરાવો, લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની પ્રમાણીત કરેલી નકલો સાથે અરજી કરવી,
(૫) પુરૂષો માટે ઊંચાઇ : ૧૬૫ સે.મી,વજન ૫૦ કિ,ગ્રા., દોડ : ૧૪૦૦ મી.(૫. મીનીટ ૩૦ સેકન્ડ) મહિલાઓ માટે ઊંચાઈ : ૧૫૦ સે.મી તથા વજન ૪૦ કિ,ગ્રા.,દોડ ૭૦૦ મી.(૨.મીનીટ ૪૫ સેકન્ડ)
(૬) શારીરિક કસોટી તથા લેખીત કસોટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ,હેડ કવાર્ટસ,આણંદ ખાતે લેવામાં આવશે. (જેની તારીખ, સમય અને સ્થળ પછીથી જણાવવામાં આવશે.)
(૭) માનદ્ સેવા માટે ફક્ત આણંદ જીલ્લામાં રહેતા અરજદારોએ અરજી કરવી.
(૮) આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ,આણંદને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ટ્રસ્ટ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
(૯) માનદ્ સેવા સ્વીકારવા બાબતે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે.
અન્ય વિગતો અરજી ફોર્મ માંથી મેળવવાની રહેશે.
અરજી ફોર્મ મેળવવા તથા મોકલવાનું સ્થળ : -
એકતા ટ્રાફિક ચોકી,મીનરવા ગેસ્ટ હાઉસ સામે,જૂના બસ સ્ટેન્ડ પાસે, આણંદ
અરજી ફોર્મ મેળવવાની તારીખ : ૨૨.૧૦.૨૦૨૪ થી ૨૮.૧૦.૨૦૨૪
સમય : સવારે ૧૦.૦૦ થી સાંજે ૭.૦૦ કલાક સુધી
અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૩૧.૧૦.૨૦૨૪ (સાંજે ૫.૦૦ કલાક સુધી)
Official Notification : https://allhitdeals-net.blogspot.com/2024/10/anand-traffic-brigade-traffic-police.html
More Information :