સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ-૧ મેડીકલમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત | Group 1 Medical Samaras Hostel Admission 2024 | samras.gujarat.gov.in

સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ-૧ મેડીકલમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત  | Group 1 Medical Samaras Hostel Admission 2024 | samras.gujarat.gov.in


ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી 

બ્લોક નં. ૪, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ-૧ મેડીકલમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત 

કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૪-૨૫નાં શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, સમરસ કુમાર છાત્રાલય ભુજ, રાજકોટ, આણંદ અને ગાંધીનગર ખાતે ગ્રુપ-૧ મેડીકલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ (નવા) વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા : ૨૧/૧૦/૨૦૨૪ થી તા : ૨૫/૧૦/૨૦૨૪(રાત્રે ૧૧:૫૯ કલાક) સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગ્રુપ-૧ મેડીકલની મળેલ અરજીઓ મુજબ સબંધિત સમરસ છાત્રાલયમાં અત્યાર સુધી પ્રસિદ્ધ કરવામાં આવેલ તમામ રાઉન્ડ અંતિત આપેલ પ્રવેશ બાદ ફક્ત ખાલી જગ્યાઓના આધારે જ નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે. આ બાબતે કોઈ પણ પ્રકા૨નો હક્ક કે દાવો કરી શકાશે નહિ.

જે છાત્રાલયમાં જે તે જાતિની ગ્રુપ-૧ મેડિકલની જગ્યાઓ ખાલી છે ફક્ત તે જ છાત્રો ઓનલાઈન અરજી કરી શકશે.


૧. અમદાવાદ કુમાર - SC., S.T., O.B.C.

૨. અમદાવાદ કન્યા - S.C., S.T.

૩. રાજકોટ કુમાર – S.C.

૪. આણંદ કુમાર – S.T.

૫. ભુજ કુમાર - S.C., O.B.C., E.B.C.

૬. ગાંધીનગર કુમાર – S.C., ST., O.B.C.


  • ગ્રુપ-૧ મેડીકલના કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધો૨ણ-૧૨ની ટકાવારી) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

               (નોંધઃ વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ)

  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ ક૨વામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રીન્ટ નિકાળી તેની ખરાઈ કરી
  • લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભુલ જણાય તો પોર્ટલમાં “Withdraw application” ની મદદથી જુની અરજી રદ કરી નવેસ૨થી અરજી કરવાની રહેશે. જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરી શકાશે નહિ.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.


સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, સમરસ કુમાર છાત્રાલય ભુજ, રાજકોટ, આણંદ અને ગાંધીનગર ખાતે ગ્રુપ-૧ મેડીકલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ (નવા) વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા : ૨૧/૧૦/૨૦૨૪ થી તા : ૨૫/૧૦/૨૦૨૪(રાત્રે ૧૧:૫૯ કલાક) સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


Official Websitehttps://samras.gujarat.gov.in/home


More Information :