Birsa Munda Tribal University (BMTU) Assistant Lecturer Recruitment / Bharti 2024 | bmtu.ac.in

 Birsa Munda Tribal University (BMTU) Assistant Lecturer Recruitment / Bharti 2024 | bmtu.ac.in


બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા, જિ.નર્મદા

૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકની સેવા મેળવવા અંગેની જાહેરાત

ગુજરાત સરકાર, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ધ્વારા રાજપીપલા, જિ.નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૮ થી આર્ટસ, કોમર્સ અને સાયન્સની સ્નાતક કક્ષાની ત્રણ વિદ્યાશાખાઓ શરૂ કરવામાં આવેલ છે. જુદા-જુદા વિષયોમાં કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુ.રા., ગાંધીનગરની ૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકની પેટર્ન અનુસાર અત્રેની કચેરી દ્વારા ૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયક માસિક રૂા.૨૫૦૦૦/- નાં ફિક્સ વેતનથી સેવા મેળવવા જે તે વિષય નિષ્ણાંતોની ગુણવત્તા યાદી તૈયાર કરવાની છે. જે તે વિષયમાં વર્કલોડ અને જરૂરિયાત અનુસાર નિમણુંક આપવા અને ભવિષ્યમાં નિયમિત નિમણુંક ન થાય ત્યાં સુધી નિયમાનુસાર સેવા મેળવવા તે માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારોએ http://bmtu.ac.in/ વેબસાઇટ પરથી માહિતી અને અરજીપત્ર મેળવી. કુલ સચિવશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા સમક્ષ નિયત નમુનામાં જરૂરી આધાર અને પુરાવાઓ સાથે નીચેના સરનામે લાયકાત અને અન્ય જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સાથે તા.૨૫/૦૭/૨૦૨૪ નાં રોજ ઉમેદવારે સ્વખર્ચે સવારે ૦૯:૩૦ કલાકે ફરજિયાત રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને નિમણુક પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી અને નિયત નમુનાનું અરજી ફોર્મ અને તમામ સુચનાઓ http://bmtu.ac.in/ વેબસાઇટ પરથી જોવા વિનંતી.

-: સરનામુ :-

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર(વી.ટી.સી), આર.ટી.ઓ કચેરીની બાજુમાં, વાવડી રોડ, વાવડી-રાજપીપલા,જિ.નર્મદા


  • ૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકની સુચિત વિષયવાર ખાલી જગ્યાઓ.

વિષય & જગ્યાઓ

  • અંગ્રેજી
  • સંસ્કૃત
  • ગુજરાતી
  • અર્થશાસ્ત્ર
  • એકાઉન્ટન્સી (કોમર્સ)
  • રસાયણ વિજ્ઞાન
  • ભૌતિક વિજ્ઞાન
  • ખાલી જગ્યા
  • ઝુઓલોજી

ઉપરોક્ત જગ્યા શૈક્ષણિક કાર્યભાર આધારિત હોય, તે સંખ્યામાં વધ-ઘટ થવાની સંભાવના છે. પ્રાપ્ત જગ્યાથી વધુ જગ્યા ભરવાની જરૂરિયાતના કિસ્સાઓ-સંજોગોમાં ઉપલા સંવર્ગની મંજૂર જગ્યાઓ સામે વધુ નિમણૂક આપી શકાશે અથવા યુનિવર્સિટીની જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની સત્તા માન. કુલપતિશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા જિ.નર્મદાની રહેશે.

સદર ૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયકની સેવા જે તે વિષયમા તદ્દન કામચલાઉ રીતે મેળવવાની હોય, તેમ જ નિયમિત નિમણુક થતા સદર સેવાનો અંત લાવવામા આવશે.

ગુણવત્તાક્રમાનુસાર જરૂરીયાત અનુસાર જે તે વિષયમા સેવા મેળવવા ઉમેદવારને અત્રેથી જાણ કરવામા આવશે. નિમણુક આપ્યા બાદ જે તે તજજ્ઞ રાજય સરકારશ્રીની કચેરી /ગ્રાન્ટેડ કોલેજ/ અન્ય યુનિવર્સિટી/ સંસ્થામા પસંદગી પામે તેવા સંજોગોમા ગુણવત્તાક્રમાનુસાર સેવા મેળવવામા આવશે. હાલની જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ તુરંત સેવા મેળવવામા આવે તે ફરજિયાત નથી. જરૂરિયાત અનુસાર જે તે વિષયમા સેવા મેળવવા અત્રેથી જણાવવામા આવશે.

ઉમેદવારની પસંદગી માત્ર મેરિટ-૧૦૦ ગુણનાં આધારે જ કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ વેરીફીકેશનનાં દિવસે રૂબરૂ ઉપસ્થિત ઉમેદવારની ઉમેદવારી જ ધ્યાને લેવામાં આવશે. યુનિવર્સિટીનાં હિતમાં ઉપરી અધિકારી ધ્વારા સોંપવામાં આવે તે વખતોવખતની તમામ ફરજો જે તે સ્થળે સૂચવ્યાનુસાર બજાવવાની રહેશે.

અરજીપત્રની સાથે જોડેલ તમામ દસ્તાવેજો, આધારો વગેરે દરેક પૃષ્ઠ પર ઉમેદવારની સહિ (સ્વપ્રમાણિત) કરેલી હોવી ફરજિયાત છે.

અરજીપત્રની સાથે જ મેરિટશીટ પણ પોતાના હસ્તાક્ષરમાં ભરેલ હોય તે આવશ્યક છે.

સદર જાહેરાત પ્રસિધ્ધ કરવાનો હેતુ સેવા મેળવવા/પ્રતિક્ષા યાદી બનાવવાનો છે.

નિમણુંક / સેવા / કરાર કરવા કે કેમ ? તે અંગે અથવા આ જાહેરાત અંગેનો આખરી નિર્ણય માન.કુલપતિશ્રી– બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા જિ.નર્મદાનો રહેશે.

સદર જાહેરાત અન્વયે અન્ય કોઇપણ પ્રકારનો પવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહી.


Official Notificationhttp://bmtu.ac.in/uploads/Assets/11-month-contract-vyakhyata-shahayak-year-2024-25/final-11monthcontractvyakhyatashahayakyear2024-25dt18-07-202407182024060700923.pdf


More Information :