Government Children's Home for Girls Recruitment 2024 | સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરતી ૨૦૨૪
વોક-ઇન ઈન્ટરવ્યું
ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે “મિશન વાત્સલ્ય” યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષાએ કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-લુણાવાડા, જિ.મહીસાગર ખાતે મિશન વાત્સલ્ય-૨૦૨૨ અંતર્ગત ૧૧ માસ કરાર આધારિત હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ભરવા નીચે મુજબ વોક-ઇન ઈન્ટરવ્યું તા.૦૭/૦૮/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ છે.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-લુણાવાડા, જિ.મહીસાગરમાં ખાલી જગ્યાઓની વિગત
જગ્યાનું નામ : Cook
જગ્યા સંખ્યા : 1 Post
માસિક ફિક્સ પગાર : Rs 12026/- Per Month
શૈક્ષણિક લાયકાત : 10th pass from a recognized Board
ઉંમર : 21 to 40 Years
જગ્યાનું નામ : Helper cum Night Watchman (Preferably Women)
જગ્યા સંખ્યા : 1 Post
માસિક ફિક્સ પગાર : 11767/-
શૈક્ષણિક લાયકાત : 10th pass from a recognized Board
ઉંમર : 21 to 40 Years
જગ્યાનું નામ : Housekeeper
જગ્યા સંખ્યા : 1 Post
માસિક ફિક્સ પગાર : 11767/-
શૈક્ષણિક લાયકાત : 10th pass from a recognized Board
ઉંમર : 21 to 40 Years
ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક-ઇન ઈન્ટરવ્યું માટે તા.૦૭/૦૮/૨૦૨૪ના રોજ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, ઉંમરના પુરાવા, અનુભવના પ્રમાણપત્રો અને ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ વગેરે અસલ અને સ્વ-પ્રમાણિત નકલો સાથે સવારે ૦૯.૦૦. થી ૧૧.૦૦. કલાક સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહિસાગર, રૂમ નં.૨૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, લુણાવાડા, જિ.મહિસાગર સ્વ-ખર્ચે ઉપસ્થિત રહી રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે..
જેના માટે કોઈપણ પ્રકારના ભથ્થા કે વળતર ચુકવવામાં આવશે નહિ. રજીસ્ટ્રેશન સમયગાળા બાદ આવેલ ઉમેદવારના ઈન્ટરવ્યું લેવામાં આવશે નહિ.
જે તે જગ્યા માટેનો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોનું ઈન્ટરવ્યું લેવામાં આવશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ, મહિસાગરને આધીન રહેશે. જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
More Information :