SEBEXAM GCC (STENO / TYPE) EXAM 2024 NOTIFICATION | www.sebexam.org

SEBEXAM GCC (STENO / TYPE) EXAM 2024 NOTIFICATION |  www.sebexam.org


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર 

જીસીસી (ટાઇપ / સ્ટેનો) પરીક્ષા-જુલાઇ-૨૦૨૪

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર જીસીસી લધુલેખન તેમજ ટાઇપ લેખનની પરીક્ષા માટેની ઓનલાઈન અરજી અત્રેની કચેરીની વેબસાઇટ www.sebexam.org પર તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ બપોરે ૧૪.૦૦ કલાક થી તા.૧૨/૦૮/૨૦૨૪ના ૨૩.૫૯ કલાક દરમિયાન કરવાની રહેશે. સદરહું પરીક્ષાની ફી તા.૨૫/૦૭/૨૦૨૪ થી તા.૧૪/૦૮/૨૦૨૪ દરમિયાન ATM CARD  / NET BANKING / UPI / WALLET થી ભરવાની રહેશે. આ પરીક્ષાનુ જાહેરનામું કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ છે. વધુ વિગતો માટે અત્રેની કચેરીની વેબસાઈટ www.sebexan.org જોતા રહેવાનું રહેશે.


શૈક્ષણિક લાયકાત :- આ પરીક્ષામાં બેસવા માટેની ઉમેદવારની શૈક્ષણિક લાયકાત બાધ વિના કોઈપણ વ્યક્તિ આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. ટાઈપની પરીક્ષામાં બેસવા માટે પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની છેલ્લી તારીખે ઉમેદવાર ૧૫ વર્ષ પૂર્ણ કરેલ હોવાં જોઈએ. તે જ રીતે લઘુલિપિમાં પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારે ૧૭ વર્ષ પૂરાં કરેલા હોવાં જોઈએ.


જીસીસી (ટાઇપ/સ્ટેનો) માટેનો કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.

વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ : ૧૯/૦૭/૨૦૨૪

જાહેરનામું બહાર પાડ્યા તારીખ : ૧૮/૦૭/૨૦૨૪

ઉમેદવારો માટે GCC નું રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો: ૨૫/૦૭/૨૦૨૪ થી ૧૨/૦૮/૨૦૨૪ સુધી

નેટ બેંકીંગ ફી સ્વીકારવાનો સમયગાળો : ૨૫/૦૭/૨૦૨૪ થી ૧૪/૦૮/૦૨૪ સુધી 

હોલ ટિકીટ ડાઉનલોડ કરવાનો સમય : પરીક્ષાના ૭ (સાત) દિવસ અગાઉ


કસોટીની તારીખ અને સમય 

(૬.૧) લઘુલેખન (સ્ટેનો) પરીક્ષા

  • ગુજરાતી લઘુલેખન (શબ્દ ઝડપ:- ૬૦,૭૫,૯૦) - સંભવિત માસ સપ્ટેમ્બર / ઓક્ટોબર
  • અંગ્રેજી લઘુલેખન (શબ્દ ઝડપ:- ૬૦, ૮૦, ૧૦૦, ૧૨૦) - સંભવિત માસ સપ્ટેમ્બર / ઓક્ટોબર
  • હિન્દી લઘુલેખન (શબ્દ ૫:- ૬૦, ૭૫) - સંભવિત માસ સપ્ટેમ્બર / ઓક્ટોબર


(૬.ર) ટાઇપ લેખન પરીક્ષા

  • ગુજરાતી ટાઇપ (શબ્દ ઝડપ:- ૨૫, ૪૦) - સંભવિત માસ સપ્ટેમ્બર / ઓક્ટોબર
  • અંગ્રેજ ટાઇપ શબ્દ પ:- ૪૦, ૫૦, ૬૦) - સંભવિત માસ સપ્ટેમ્બર / ઓક્ટોબર
  • હિન્દી ટાઇપ (શબ્દ ઝડપ: ૩૦) - સંભવિત માસ સપ્ટેમ્બર / ઓક્ટોબર


* શિક્ષણ વિભાગના સુધારેલા પરીક્ષા નિયમોનો ખાસ અભ્યાસ કરવોનો રહેશે.

  • જી.સી.સી.ટાઇપ લેખન પરીક્ષા કમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે.
  • ટાઈપ પરીક્ષા ઉપલબ્ધ વિન્ડોઝ વર્ઝનમાં આપવાની રહેશે.
  • આ પરીક્ષા કમ્પ્યુટરના શ્રૃતિફોન્ટમાં લેવામાં આવશે. 
  • હિન્દી ટાઇપની પરીક્ષા સરલ ફોન્ટમાં લેવામાં આવશે.
  • શ્રુતિ ફોન્ટમાં ટાઇપ કરવા માટે નીચે દર્શાવ્યા મુજબના જુદા જુદા ૮ પ્રકારના કી-બોર્ડના વિકલ્પોની સુવિધા મળશે.

1. Gujarati Transliteration

૩. Gujarati Typewiter G

5. Gujarati Indica

7. Special Characters

2. Gujarati Typewiter

4. Gujarati Inscript

5. Remigutan Indica

8. Gujarati Terafont

  • લઘુલેખન(સ્ટેનો) ની પરીક્ષા ઓડીયો ક્લીપથી લેવામાં આવશે
  • ઓનલાઇન ફોર્મ ધ્યાનથી સમજી વિચારીને ચીવટપુર્વક ભરવું, ઓનલાઇન ફોર્મમાં દર્શાવેલ વ્યકિતગત વિગતો જેવી કે નામ, અટક, જન્મતારીખ વગેરેમાં પાછળથી કોઇપણ પ્રકારનો સુધારો કરી આપવામાં આવશે નહીં. તેથી આ બાબતે ફોર્મ ભરવાની વિગતોની ચોક્સાઈ કરી લેવી અને ઉમેદવારે જાતે ચેક કરી લેવું.
  • ઓનલાઇન ફોર્મમાં પરીક્ષા (ટાઇપ સ્ટેનો), માધ્યમ અને ઝડપની વિગત ભરતી વખતે પણ કાળજી લેવી. જેમાં પાછળથી કોઇ પણ પ્રકારનો સુધારો કરી આપવામાં આવશે નહીં.
  • ઉમેદવારોને સરનામાં ઉપર માર્કશીટ/પ્રમાણપત્રની નકલ મોકલવામાં આવી હોઇ, ઉમેદવારોએ સરનામામાં પુરી વિગતો ભરવાની રહેશે.

* પરીક્ષા ફી :

  • પરીક્ષા માં બેસવા માટે વિદ્યાર્થી દીઠ ફી રૂ. ૩૩૦/- + ૧૮% GST ફી ભરવાની રહેશે.
  • સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
  • કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.


Official Notificationhttps://www.sebexam.org/AdvertiseFiles/2024/gcc%20exam%20-%202024%20notification_072024.pdf


Apply Onlinehttps://www.sebexam.org/


More Information :