Call Letter Download For Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Senior Surveyor Examination 2024 | Reject Application Candidates list | Advt. No. 214/202324
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયરના ઉમેદવારોએ
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત
મંડળ દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જા.ક્ર.૨૧૪/૨૦૨૩૨૪ સીનીયર સર્વેય ર(મહેસૂલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?)ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT (Computer Based Recruitment Test) નીચે દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે યોજવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઇને આ પરીક્ષા બે સેશનમાં રાખેલ છે.
- જાહેરાત ક્રમાંક : જા.ક્ર.૨૧૪/૨૦૨૩૨૪
- સંવર્ગનું નામ : સીનીયર સર્વેયર, વર્ગ-૩
- પરીક્ષાની તારીખ : તા.૨૧/૦૭/૨૦૨૪
- સમય :-
- પ્રથમ સેશન : ૦૯:૦૦ થી ૧૨:૦૦
- દ્વિતિય સેશન : ૧૪:૦૦ થી ૧૭:૦૦
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ સમયની વિગતો તા.૧૫/૦૭/૨૦૨૪, બપોરે ૧૪:૦૦ કલાક થી તા.૨૧/૦૭/૨૦૨૪ના સવારના ૦૮:૩૦ કલાક સુધી
મંડળ દ્વારા યોજાનાર MCQ-CBRT (Computer Based Recruitment Test) માં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે ખરા જવાબ ને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્કસ (નેગેટીવ માર્કસ) કાપવામાં આવશે. ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈપણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તેવા કિસ્સામાં 1/4 માર્કસ (નેગેટીવ માર્કસ) ની કપાત કરવામાં આવશે નહિં. આ પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની લીંક આગામી સમયમાં મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. આ માટે ઉમેદવારોને મંડળની વેબસાઈટ જોતા રહેવા જણાવવામાં આવે છે.
Official Website : https://gsssb.gujarat.gov.in/Index
Call Letter Download : https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Reject Application Candidates list : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=aPNBWj81zn2Uij94k1vn%E2%9C%A4QVwFnxM0iwP0xrtm2ICpflURImFoZCvEhDEs4vFmzVfA27V1yimR27H%E2%9C%A4lM0MG04RwGUZgD6JTrnJIMUDwLrW%E2%9C%BFHBn5MzXP6c2CgQ2OYEUfiGEVyK3OlfXfkUnqSsTpe2Dg%E2%99%AC%E2%99%AC
More Information :